શોધખોળ કરો

કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ

ઓબ્ઝર્વર્સનો રિપોર્ટ મલ્લિકાર્જુન ખડગેને સોંપાયો; ધારાસભ્યોના મંતવ્યો બાદ હવે હાઈકમાન્ડ લેશે આખરી નિર્ણય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેરળમાં UDF ની જીત બાદ CM પદ માટે સસ્પેન્સ.
  • સતીસન, ચેન્નીથલા, વેણુગોપાલ મુખ્ય દાવેદાર.
  • નિરીક્ષકોએ રિપોર્ટ સોંપ્યો, હાઈકમાન્ડ નિર્ણય લેશે.
  • અનુભવ કે યુવા નેતૃત્વ, મોવડી મંડળ વિચારશે.

Kerala Politics: કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ 140 માંથી 102 બેઠકો જીતીને શાનદાર વાપસી કરી છે. જોકે, 4 મે, 2026 ના રોજ પરિણામો આવી ગયા હોવા છતાં, રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સસ્પેન્સ અકબંધ છે. હાલમાં મુખ્યમંત્રી પદની રેસમાં ત્રણ દિગ્ગજ નેતાઓ - વી.ડી. સતીસન, રમેશ ચેન્નીથલા અને કે.સી. વેણુગોપાલના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે એવી ફોર્મ્યુલા શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનાથી આ ત્રણેય નેતાઓ સંતુષ્ટ રહે અને પક્ષમાં કોઈ અસંતોષ ઊભો ન થાય.

આ પ્રક્રિયાને વેગ આપવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા નિયુક્ત બે ખાસ નિરીક્ષકો, મુકુલ વાસનિક અને અજય માકને શુક્રવારે (8 મે, 2026) પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં કેરળના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના મંતવ્યો અને તેમની પસંદગીના નેતા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. હવે દિલ્હીમાં બેઠેલું મોવડી મંડળ આ રિપોર્ટના આધારે આગામી એક-બે દિવસમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.

રેસમાં સામેલ ત્રણ મુખ્ય દાવેદારો:

વી.ડી. સતીસન: સતીસન કેરળના રાજકારણમાં એક અત્યંત પ્રભાવશાળી નેતા ગણાય છે. પરાવુર બેઠક પરથી સતત જીતતા સતીસને વિપક્ષના નેતા તરીકે પક્ષને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વમાં જ 2024 ની લોકસભા ચૂંટણીમાં UDF એ 20 માંથી 18 બેઠકો જીતી હતી. શુક્રવારે તેમના સમર્થકોએ તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે કેરળના અનેક ભાગોમાં દેખાવો પણ કર્યા હતા.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસની અછત છે? પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ

કે.સી. વેણુગોપાલ: AICC ના સંગઠન મહાસચિવ વેણુગોપાલને રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. 2026 ની ચૂંટણી રણનીતિમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. જોકે, તેમણે આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી નથી. જો પક્ષ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કરે, તો નિયમ મુજબ તેમણે આગામી 6 મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવવું પડશે.

રમેશ ચેન્નીથલા: ચેન્નીથલા કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને પૂર્વ ગૃહમંત્રી તરીકેનો અનુભવ ધરાવે છે. સંગઠન પર તેમની પકડ બહુ મજબૂત છે. આ વખતે તેમણે હરિપદ બેઠક પરથી સતત 6ઠ્ઠી વખત જીત મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે.

હાલ તો આ ત્રણેય દિગ્ગજો વચ્ચે ખરાખરીનો જંગ છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ અનુભવને પ્રાધાન્ય આપે છે કે પછી ભવિષ્યની રણનીતિને ધ્યાનમાં રાખીને કોઈ નવા ચહેરા પર મહોર મારે છે.

રાહુલ ગાંધીની હાજરીમાં તમિલનાડુના નવા CM વિજયની મોટી જાહેરાત: ‘મારા હાથમાં જ સત્તા....’

Frequently Asked Questions

કેરળ વિધાનસભા ચૂંટણીમાં UDF ને કેટલી બેઠકો મળી?

કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF એ 140 માંથી 102 બેઠકો જીતી છે.

કેરળના આગામી મુખ્યમંત્રી કોણ બની શકે છે?

મુખ્યમંત્રી પદ માટે વી.ડી. સતીસન, રમેશ ચેન્નીથલા અને કે.સી. વેણુગોપાલ નામો ચર્ચામાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં નિર્ણય લેશે.

કે.સી. વેણુગોપાલે વિધાનસભાની ચૂંટણી લડી હતી?

ના, કે.સી. વેણુગોપાલે આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી નથી. જો તેઓ મુખ્યમંત્રી બને, તો તેમણે 6 મહિનામાં ધારાસભ્ય બનવું પડશે.

મુખ્યમંત્રીના નામની જાહેરાત ક્યારે થઈ શકે છે?

કોંગ્રેસ પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. આગામી એક-બે દિવસમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
Advertisement

વિડિઓઝ

માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

Embed widget