શોધખોળ કરો
Advertisement
PM આવાસ યોજનામાં 2.50 લાખ રૂપિયાની સબસિડી લેવા માટે કઈ શરતોનું પાલન કરવું છે જરૂરી ?
યોજનામાં ત્રણ કેટેગરી અંતર્ગત લોન ઉપલબ્ધ કરાવાય છે. તેમાં એમઆઈજી, એલઆઈજી અને ઈડબલ્યુએસ આવે છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર હોમ લોન પર 2.67 લાખ રૂપિયા સુધીની સબ્સિડી આપે છે. આ યોજના અંતર્ગત કરોડો લોકોનું પોતાના ઘરનું સપનું સાકાર થયું છે. સરકારનો લક્ષ્ય 2022 સુધી દરેક પરિવાર પાસે ઘર હોય તેવો છે. આ દિશામાં સરકારે આ યોજના લાગુ કરી છે.
આ સ્કીમને લઈ ઘણા લોકોના મનમાં 2.67 લાખ રૂપિયામાંથી કેટલી સબસિડી મળશે? પૂરી સબ્સિડી કોને મળશે અને કોન નહીં? તે સવાલોના જવાબ નહીં હોવાના કારણે લોકો અસંજસની સ્થિતિમાં રહેતા હોય છે. આ યોજના અંતર્ગત કોને કેટલી સબ્સિડી મળશે તે માટે શરતો રાખવામાં આવી થે, આ શરતો ઈન્કમ સ્લોટ પર આધારિત છે.
યોજનામાં ત્રણ કેટેગરી અંતર્ગત લોન ઉપલબ્ધ કરાવાય છે. તેમાં એમઆઈજી, એલઆઈજી અને ઈડબલ્યુએસ આવે છે. ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા ઈડબલ્યુએસમાં આવે છે. યોજના મુજબ સબ્સિડીની રકમથી તમારી લોનની રકમ ઘટી જાય છે અને તમારા પર વ્યાજનો બોજ ઓછો થઈ જાય છે.
જો તમારી આવક છ લાખ સુધી વાર્ષિક છે તો 6 લાખ રૂપિયાની લોન પર 6.5 ટકા સબ્સિડી મળષશે. જે 2.67 લાખ રૂપિયા સુધી થશે. પરંતુ 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળાને 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબ્સિડી મળશે. આ રીતે આ પ્રકારની કેટેગરીના લોકોને 2,35,068 રૂપિાય સબ્સિડી મળશે. 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળાને 12 લાખ સુધીની લોન પર 3 ટકા વ્યાજ સબ્સિડી મળશે. જે 2,30,156 રૂપિયા થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
રાજકોટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion