કોરોનાનો કાળ બનતાં બચી ગયાના છ મહિનામાં જ લોકો ગુમાવી બેસે છે આ કુદરતી વસ્તુ.........
ન્યૂટ્રલાઇઝેશન એક એન્ટીબોડી ક્ષમતા છે. જે વાયરસને ખતમ કરવા અને તેના કોઈ સેલને શરીરમાં પ્રવેશ કરતા અટકાવે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. છેલ્લા પાંચ-છ દિવસથી રોજના એક લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેમાંથી મુક્ત થયેલા લોકોને લઈ થયેલા એક રિસર્ચમાં નવો ખુલાસો થયો છે.
ઈન્સ્ટીટ્યૂટ ઓફ જોનીમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયલોજીના (IGIB) રિસર્ચ મુજબ નેચરલ ઈમ્યુનિટી (Natural Immunity) ઓછામાં ઓછી છ થી સાત મહિના સુધી રહે છે. પરંતુ કોરોનાથી સંક્રમિત થનારા 20-30 ટકા લોકોમાં છ મહિના બાદ રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. સંસ્થાએ છ મહિના દરમિયાન 10 હજારથી વધારે લોકો પર પરીક્ષણ કર્યું હતું. જેમાં 20 થી 30 ટકા લોકોમાં એન્ટીબોડી હોવા છતાં ન્યૂટ્રલાઇઝેશન એક્ટિવિટી ગુમાવી દીધી હતી. જ્યારે બાકીના લોકોમાં ન્યૂટ્રલાઇઝેશન એક્ટિવિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શું છે ન્યૂટ્રલાઇઝેશન
ન્યૂટ્રલાઇઝેશન એક એન્ટીબોડી ક્ષમતા છે. જે વાયરસને ખતમ કરવા અને તેના કોઈ સેલને શરીરમાં પ્રવેશ કરતા અટકાવે છે. રિસર્ચમાં સામે 10 ટકામાં લોકો ગત વર્ષે સપ્ટેમ્બરમાં એન્ટીબોડી માટે કરવામાં આવેલા ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. સંશોધનકર્તાએ આ લોકોમાંથી 170થી વધુ લોકોને ટ્રેક કર્યા હતા અને તેમાંથી 31 ટકા લોકોએ ન્યૂટ્રલાઇઝેશન એક્ટિવિટી ગુમાવી દીધી હતી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.68 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને 904 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 35 લાખ 27 હજાર 717
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 21 લાખ 56 હજાર 529
- કુલ એક્ટિવ કેસ - 12 લાખ 01 હજાર 009
- કુલ મોત - એક લાખ 70 હજાર 179
દેશમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા કેસ
- 11 એપ્રિલઃ 1,52, 879
- 10 એપ્રિલઃ 1,45,384
- 9 એપ્રિલઃ 1,31,968
- 8 એપ્રિલઃ 1,26,789
- 7 એપ્રિલઃ 1,15,736
- 6 એપ્રિલઃ 96,982
- 5 એપ્રિલઃ 1,03,558