Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata Doctor Rape-Murder Case: હવે સીબીઆઈ આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરશે. કોર્ટે આ મામલે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે
Kolkata Doctor Rape-Murder Case: હવે સીબીઆઈ(CBI) આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરશે. કોર્ટે આ મામલે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે.
RG Kar Medical College and Hospital rape-murder case | After polygraph test, now arrested accused Sanjay Roy, has been brought to Sealdah Court from Presidency Correctional Home for a hearing related to his Narco test. CBI filed a petition to conduct the test.
— ANI (@ANI) September 13, 2024
મળતી માહિતી મુજબ, સીબીઆઈએ આ સંબંધમાં જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે.
જાણો કયા કારણોસર સીબીઆઈ ટેસ્ટ કરાવવા માંગે છે
આ ટેસ્ટ દ્વારા સીબીઆઈ એ જોવા માંગે છે કે નાર્કો અને પોલીગ્રાફમાં આરોપીએ જે કહ્યું તેમાં કોઈ મેળ છે કે કેમ. અધિકારીઓ આ ઘટનામાં સંજયની સંડોવણી વિશે ખાતરી કરવા માંગે છે. એઈમ્સ અને નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ જ તેનું વિશ્લેષણ કરવામાં આવશે.
જાણો શું હોય છે નાર્કો ટેસ્ટ
નાર્કો ટેસ્ટમાં વ્યક્તિને કેટલીક દવાઓ આપવામાં આવે છે, જેના પછી તે વ્યક્તિ આંશિક રીતે બેભાન અવસ્થામાં જાય છે. આ પછી, વ્યક્તિ પાસેથી છુપાયેલી માહિતી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તે લોકો પર અજમાવવામાં આવે છે જેઓ નિયમિત પૂછપરછ દરમિયાન સહકાર આપવા તૈયાર નથી હોતા. જટિલ કેસોને ઉકેલવા અને મહત્વપૂર્ણ કડીઓને જોડવા માટે નારકો એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવે છે.
દાંત નમૂનાઓ લેવામાં આવ્યા હતા
આ પહેલા સીબીઆઈના અધિકારીઓએ સંજય રોયના દાંતના નિશાનના સેમ્પલ લીધા હતા. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું કે મહિલાના શરીર પર કરડવાના નિશાન જોવા મળ્યા હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે. અમે તેમને આરોપીના દાંતના નિશાન સાથે મેચ કરવા માંગીએ છીએ.
મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે (12 સપ્ટેમ્બર) કોલકાતા બળાત્કાર અને હત્યા કેસ પર રાજીનામું આપવાની પહેલ કરી છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, જો તેઓ મારી ખુરશી ઈચ્છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મને સત્તાની ભૂખ નથી. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકો રાહ જોઈ રહ્યા હતા કે, કમસે કમ આજે ડોક્ટરની હડતાલ સમાપ્ત થઈ જશે. તેમએ કહ્યું કે, હું તેમની માફી માંગુ છું કે અમે ડોકટરોને ફરજ પર પાછા લાવી શક્યા નથી.
આ પણ વાંચો...