LAC: ગલવાન-પેંગોગ સરહદે અચાનક હલચલ, LACએ પહેલીવાર ભારતીય સેનાનું 'રૌદ્ર સ્વરૂપ'
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, જૂન 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લડાઈ થઈ હતી. આ અથડામણ બાદ બંને દેશોની સેનાઓ એલર્ટ પર છે.
![LAC: ગલવાન-પેંગોગ સરહદે અચાનક હલચલ, LACએ પહેલીવાર ભારતીય સેનાનું 'રૌદ્ર સ્વરૂપ' LAC Dispute : Indian Army movement in Galvan and Pangong Valley, Patrolling with Horses LAC: ગલવાન-પેંગોગ સરહદે અચાનક હલચલ, LACએ પહેલીવાર ભારતીય સેનાનું 'રૌદ્ર સ્વરૂપ'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/04/0989984c8f6f14c99d3b2b07031543a5167793314548581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India-China Border: લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ બાદ ભારતીય સેનાએ પેટ્રોલિંગમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ભારતીય સેનાના સૈનિકો હવે સરહદ પર મહત્તમ અંતર સુધી દેખરેખ રાખવા માટે પેટ્રોલિંગ માટે ઘોડા અને ખચ્ચરનો ઉપયોગ કરી રહ્યા છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, સેનાના જવાનોએ ઘોડા અને ખચ્ચર સાથે LACની આસપાસના વિસ્તારોમાં સર્વે કર્યો હતો.
આ પહેલા બોર્ડર પર ક્રિકેટ રમતા ભારતીય જવાનોની તસવીર વાયરલ થઈ હતી. ભારતીય સેના ક્યા સ્થળે ક્રિકેટ રમી હતી તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, જૂન 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લડાઈ થઈ હતી. આ અથડામણ બાદ બંને દેશોની સેનાઓ એલર્ટ પર છે.
ચીનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન
બીજી તરફ ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ હાલ દિલ્હીમાં છે. તેઓ G-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આ દરમિયાન કિન ગેંગે કહ્યું હતું કે, પડોશી દેશો અને મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓના દૃષ્ટિકોણથી ચીન અને ભારતના મતભેદો કરતાં વધુ સમાન હિતો છે. તેમણે કહ્યું હતું કે, બંને પક્ષોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને વિશ્વમાં એક સદીમાં એક વખતના બદલાવના દૃષ્ટિકોણથી જોવું જોઈએ અને આધુનિકીકરણના માર્ગ પર આગળ વધવું જોઈએ.
અમે સતત નજર રાખી રહ્યા છીએ - આર્મી
ભારતીય સેના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને સરહદો પર સતત ઉભરતા જોખમો અને પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વાત નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેના રાષ્ટ્રની લોકતાંત્રિક પરંપરાઓને જાળવી રાખીને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે સતત તકેદારી રાખીએ છીએ. તમામ વિકાસ પર નજર રાખીએ છીએ અને અમારા રાષ્ટ્રીય હિતની રક્ષા માટે તમામ સંભવિત પગલાં લઈશું.
India-China વિવાદ પર આ દેશ રાખી રહ્યો છે નજર, ચીનની ઘૂસણખોરી પર કહી આ મોટી વાત
અમેરિકાએ ફરી એકવાર ભારતના પક્ષમાં ચીનને ખરી ખોટી સંભળાવી દીધી છે. સંયુક્ત રાજ્ય અમેરિકા (યુએસ)એ સ્પષ્ટ રીતે કહ્યું કે તે કોઇપણ એકતરફી પ્રયાસ અને વાસ્તવિક નિંયત્રણ રેખા (એલએસી) પર ઘૂસણખોરીનો વિરોધ કરે છે. ખાસ વાત છે કે, અમેરિકાનું આ નિવેદન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ભારત -ચીન સીમ પર તૈનાત પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકો સાથેની મુલાકાતના થોડાક દિવસો બાદ આવ્યુ છે.
અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા વેદાન્ત પટેલે કહ્યું કે, અમેરિકા ભારત -ચીન સીમા વિવાદ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. આની સાથે જ તેમને કહ્યું કે, અમેરિકા સીમા પાર કે વાસ્તવિક નિયંત્રમ રેખા પર ઘૂસણખોરી, સૈન્ય કે નાગરિક દ્વારા ક્ષેત્રીય દાવોને આગળ વધારવા માટે કોઇપણ એકતરફી પ્રયાસનો સખત વિરોધ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)