શોધખોળ કરો
Lockdown 3.0ના પહેલા દિવસે જ ઉત્તરપ્રદેશમાં 300 કરોડનો દારુ વેચાયો, જાણો વિગતે
4થી એપ્રિલથી લૉકડાઉનનો ત્રીજો ફેસ શરૂ થયો, સરકારે રેડ, ઓરેન્ડ અને ગ્રીને ઝૉન પ્રમાણે કેટલીક વસ્તુઓની છૂટછાટ આપી જેમાં દારુની દુકાનોને પણ ખોલાવાની મંજૂરી મળી હતી

લખનઉઃ લૉકડાઉન 3.0ના પહેલા દિવસે જ દારુના વેચાણે નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. ઉત્તરપ્રદેશમાં જ્યાં એક જ દિવસમાં 300 કરોડ રૂપિયાનો દારુ વેચાયો છે. વળી કર્ણાટકમાં 45 કરોડનુ વેચાણ થયુ છે, રાજસ્થાનમાં તો માત્ર બે કલાકમાં 59 કરોડ રૂપિયાનો દારુ વેચાઇ ગયો હતો. 4થી એપ્રિલથી લૉકડાઉનનો ત્રીજો ફેસ શરૂ થયો, સરકારે રેડ, ઓરેન્ડ અને ગ્રીને ઝૉન પ્રમાણે કેટલીક વસ્તુઓની છૂટછાટ આપી જેમાં દારુની દુકાનોને પણ ખોલાવાની મંજૂરી મળી હતી, અને યુપીમાં દારુની દુકાનો પર પડાપડા થયેલા દ્રશ્યો સામે આવ્યા હતા. સવારે 10 વાગે યુપીમાં કેટલીક જગ્યાએ દારુની દુકાનો ખુલી તો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અલીગંજ, મહાનગર, હસનગંજ, હજરતગંજ, ઠાકુરગંજ, કેસરબાગ, આલમબાગ, સુશાંત ગોલ્ફ સિટી, પીજીઆઇ, કાકોરી, મોહનલાલ, ગોમતીનગર, વિભૂતિખંડ, ચિનહટ સહિતના વિસ્તારોમાં દારુની દુકાનોમાં લાંબી લાઇનો લાગી હતી. સોશ્યલ ડિસ્ટન્સિંગની ધજ્જીયાં પણ ઉડ્યા હતા. યુપીના દારુ વેચનારા વેપારીઓનુ માનીએ તો સોમવારે યુપીમાં 300 કરોડ રૂપિયાથી વધુનો દારુ વેચાયો. લખનઉમાં સાડા છ કરોડની કિેંમતના દારુનુ વેચાણ થયુ. યુપી લિકર સેલર વેલફેર એસોશિએશનના મહાસચિવનું કહેવુ છે કે, ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, મુરાદાબાદ, વારાણસી, ગોરખપુર, આઝમગઢ, પ્રયાગરાજ સહિતના ડઝનેક જિલ્લાઓમાં પાંચ કરોડથી વધુનો દારુ વેચાયો હતો.
વધુ વાંચો





















