Maharashtra Lockdown: મહારાષ્ટ્રમાં એક જૂન સુધી લોકડાઉન લંબાવાયુ, રાજ્યમાં એન્ટ્રી માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી
રાજ્યમાં અત્યાર સુધી 52,26,710 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો 78,007 લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કરોના વાયરસની ચેઈન તોડવા માટે લગાવવામાં આવેલ લોકડાઉન (Lockdown) જેવા નિયંત્રણો એક જૂન સુધી લંબાવી દીધા છે. આદેશ અનુસાર હવે રાજ્યમાં ટ્રાન્સપોર્ટના કોઈપણ માધ્યમથી આવનાર વ્યક્તિએ સંક્રમિન ન હોવાની પુષ્ટિ કરતો આરટી-પીસીઆર (RT-PCR ) નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે, જે રાજ્યમાં આવતાના 48 કલાક પહેલા આપવામાં આવ્યો હોય.
જો કોઈ કાર્ગો વ્હીકલ અન્ય રાજ્યમાંથી આવી રહ્યું છે તો પછી બે જ લોકોને એન્ટ્રીની મંજૂરી હશે, જેમાં ડ્રાઈવર અને ક્લીનર સામેલ છે. લોકડાઉનના નિયંત્રણોની વચ્ચે દૂધ સાથે જોડાયેલ તમામ કામ, ટ્રાન્સપોર્ટને મંજૂરી હશે. સ્થાનિક વિસ્તારમં પણ દૂધ અને અન્ય જરૂરી સામાનનું વેચાણ અથવા હોમ ડિલીવરી ચાલુ રહેશે. જો કોઈ જિલ્લામાં સ્થિતિ બગડે છે તો સ્થાનિક પ્રસાશન 48 કલાક પહેલા નોટિસ આપીને કોઈપણ પ્રકારના કડક નિયંત્રણો લગાવી શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 5.46 લાખ એક્ટિવ કેસ
મહારાષ્ટ્ર (Maharashtra) આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 46781 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 816 લોકોના મોત થયા છે. હાલ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 546129 એક્ટિવ કેસ છે. જ્યારે મુંબઈમાં બુધવારે કોવિડ-19ના 2116 નવા દર્દીઓ મળ્યા અને 66 લોકોના કોરોનાથી મોત થયા.
રાજ્યમાં અત્યાર સુધી 52,26,710 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો 78,007 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 46,00,196 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.
તો મહારાષ્ટ્ર સરકારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોના રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાને હાલ પુરતો રોકવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા પહેલા એવા લોકોને રસી આપવામાં આવશે, જેમને કોરોના રસીનો એક ડોઝ લાગી ગયો છે પરંતુ બીજો ડોઝ મળ્યો નથી. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે અત્યારે16 લાખ કોવિશીલ્ડ અને ચાર લાખ કોવેક્સિનની ડોઝ અત્યારે આપવાની બાકી છે. જ્યારે સરકાર પાસે અત્યારે 7 લાક કોવિશીલ્ડ અને 3 લાખ કોવેક્સિનની ડોઝ ઉપલબ્ધ છે.