શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર, કહ્યું- 'તેઓ ટી-શર્ટનાં માર્કેટિંગમાં વ્યસ્ત છે'
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલમાં મિશન ઉત્તર પ્રદેશમાં વ્યસ્ત છે અને તેમના નિશાના પર યૂપીની યોગી સરકાર છે. તેમણે વિતેલા 24 કલાકમાં ચાર ટ્વિટ્સ કર્યા. જેમાં તેમણે #Sanchibaatની સાથે ખેડૂતો, શિક્ષામિત્રો, આશા અને આંગણવાડી વર્કરોનો મુદ્દો ઉઠાવ્યો અને યોગી સરકારને ઘેરી.
પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું કે, "ઉત્તર પ્રદેશના શિક્ષામિત્રોની મહેનતનું દરરોજ અપમાન થાય છે. સેંકડો પીડિતોએ આપઘાત કરી લીધો છે. જે લોકો રસ્તા પર ઉતર્યા હતા તેમના પર સરકારે લાઠીચાર્જ કરાવ્યો હતો, તેમની સામે રાસુકા લગાવી દેવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ ટી-શર્ટના માર્કેટિંગમાં વ્યસ્ત છે. કદાચ તેઓ પીડિતો પર પણ થોડું ધ્યાન આપતા. Sanchibaat." વર્ષ 2015માં અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે સરકાર તરફથી પ્રાથમિક શાળાઓમાં કામ કરતા "શિક્ષા મિત્રો"ની સહાયક શિક્ષકો તરીકે કરવામાં આવેલી નિમણૂકોને ગેરકાયદે ઠરાવી હતી. આ આદેશની અસર બે લાખ જેટલા "શિક્ષા મિત્રો" (કરાર પર કામ કરતા શિક્ષકો) પર પડી હતી. ઉત્તર પ્રદેશની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 1.73 લાખ "શિક્ષા મિત્રો" નોકરી કરી રહ્યા હતા. 2014ના વર્ષ સુધીમાં તેમની નોકરી સરકારે કાયમી કરી દીધી હતી.उत्तर प्रदेश के शिक्षामित्रों की मेहनत का रोज़ अपमान होता है, सैकड़ों पीड़ितों नें आत्महत्या कर डाली। जो सड़कों पर उतरे सरकार ने उनपर लाठियाँ चलाई, रासुका दर्ज किया। भाजपा के नेता टीशर्टों की मार्केट्टिंग में व्यस्त हैं, काश वे अपना ध्यान दर्दमंदों की ओर भी डालते। #Sanchibaat pic.twitter.com/eBeyNSt3va
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 25, 2019
હાઇકોર્ટ બાદ 2017ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે "શિક્ષા મિત્રો"ની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તે લોકો TET પરીક્ષા પાસ નથી કરતા ત્યાં સુધી તેમની હંગામી નોકરીને સરકારી નોકરીમાં બદલી ન શકાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવા શિક્ષકોને પગાર 38,848 રૂપિયાથી ઘટાડીને 3500 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. જોકે, યોગી સરકારે આવા શિક્ષકોનો પગાર વધારીને રૂપિયા 10 હજાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion