શોધખોળ કરો

LPG ગેસની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો ખુલાસો, આ સિસ્ટમથી ફટાફટ મળી રહી છે ડિલિવરી

LPG gas supply 2026: ઘરેલુ ગેસ ડિલિવરી 99% થઈ, કોમર્શિયલ સિલિન્ડર અને PNG કનેક્શનના નવા આંકડા સરકારે કર્યા જાહેર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • LPG પુરવઠા અંગેની અફવાઓ વચ્ચે સરકારે ઘરેલું ગેસ પ્રાથમિકતા આપવાની ખાતરી આપી.
  • DAC કોડ દ્વારા 92% સિલિન્ડર ડિલિવરી હવે સુરક્ષિત રીતે થાય છે.
  • કોમર્શિયલ સિલિન્ડર ફાળવણી વધી, 2026 થી 18.45 લાખથી વધુ વેચાયા.
  • PNG કનેક્શન અપનાવવામાં લોકોની સંખ્યા વધી, 4.93 લાખ ઘરોમાં શરૂ.

LPG gas supply 2026: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે LPG ગેસ અને પેટ્રોલ-ડીઝલના સપ્લાયને લઈને બજારમાં અનેક અફવાઓ ઉડી રહી છે. જોકે, ગેસ સિલિન્ડરની અછતની આ અફવાઓ વચ્ચે સરકારે એક મોટું નિવેદન આપીને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે જાહેર કરેલા નવા ડેટા મુજબ, દેશમાં LPG ગેસ સિલિન્ડરના ઓનલાઈન બુકિંગમાં મોટો ઉછાળો આવ્યો છે અને ઘરેલુ ગેસના સપ્લાયને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રવિવારે પણ ડિલિવરી ચાલુ રાખીને ઘરેલુ ગેસની ડિલિવરી ઉદ્યોગના ધોરણો મુજબ 99 ટકા સુધી પહોંચાડી દેવામાં આવી છે, સાથે જ લોકો હવે પાઈપલાઈન વાળા PNG કનેક્શન તરફ પણ મોટી સંખ્યામાં વળી રહ્યા છે.

DAC કોડથી ડિલિવરીમાં થયો વધારો

ગેસની ડિલિવરીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકારે હવે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરી વધારી દીધી છે. હવે આશરે 92 ટકા સિલિન્ડર ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા કોડના આધારે જ આપવામાં આવે છે. પેટ્રોલિયમ મંત્રાલયે ખાતરી આપતા કહ્યું છે કે, "ગ્રાહકોને ઘરેલુ ગેસની કોઈ જ અછત ન પડે તે માટે ઘણા LPG વિતરકો રવિવારે પણ કામ કરી રહ્યા છે."

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની શું છે સ્થિતિ?

વેપારીઓ માટે વપરાતા કોમર્શિયલ સિલિન્ડરની ફાળવણી પણ કટોકટી પહેલાના સ્તરના આશરે 70 ટકા સુધી વધારી દેવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, 23 માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 5 કિલોના 18.45 લાખથી વધુ ફ્રી ટ્રેડ LPG સિલિન્ડર વેચાયા છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ ગેસનું વિતરણ યોગ્ય રીતે થાય તે માટે IOCL, HPCN અને BPCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોની બનેલી ત્રણ સભ્યોની એક ખાસ કમિટી બનાવવામાં આવી છે. છેલ્લા 5 દિવસના આંકડા જોઈએ તો, દરરોજ સરેરાશ 7,000 મેટ્રિક ટનથી વધુ કોમર્શિયલ LPG નું વેચાણ થઈ રહ્યું છે.

લોકો હવે PNG કનેક્શન તરફ વળ્યા

સરકારી આંકડા એ પણ દર્શાવે છે કે લોકો હવે બાટલાની ઝંઝટ છોડીને પાઈપલાઈન ગેસ (PNG) અપનાવી રહ્યા છે. માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 4.93 લાખથી વધુ ઘરોમાં PNG કનેક્શન શરૂ કરી દેવાયા છે. આ ઉપરાંત નવા 5.51 લાખ ગ્રાહકોએ કનેક્શન માટે નોંધણી પણ કરાવી લીધી છે. 19 એપ્રિલ સુધીના ડેટા મુજબ, આશરે 39,200 ગ્રાહકોએ તો MYPNGD.in વેબસાઈટ દ્વારા પોતાનું જૂનું LPG કનેક્શન જમા કરાવીને કાયમી ધોરણે PNG અપનાવી લીધું છે.

Frequently Asked Questions

શું LPG ગેસ સિલિન્ડરની અછત રહેશે?

ના, સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલુ ગેસના સપ્લાયને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ડિલિવરી 99% સુધી પહોંચાડી દેવામાં આવી છે. રવિવારે પણ ડિલિવરી ચાલુ છે.

ગેસ ડિલિવરીમાં સુરક્ષા માટે શું પગલાં લેવાયા છે?

ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરી વધારી દેવામાં આવી છે. હવે 92% સિલિન્ડર ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા કોડના આધારે જ આપવામાં આવે છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની શું સ્થિતિ છે?

વેપારીઓ માટે કોમર્શિયલ સિલિન્ડરની ફાળવણી કટોકટી પહેલાના સ્તરના 70% સુધી વધારી દેવાઈ છે. છેલ્લા 5 દિવસમાં દરરોજ સરેરાશ 7,000 મેટ્રિક ટનથી વધુ કોમર્શિયલ LPG વેચાઈ રહ્યું છે.

શું લોકો PNG કનેક્શન તરફ વળી રહ્યા છે?

હા, સરકારી આંકડા દર્શાવે છે કે લોકો બાટલાની ઝંઝટ છોડીને પાઈપલાઈન ગેસ (PNG) અપનાવી રહ્યા છે. માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 4.93 લાખથી વધુ ઘરોમાં PNG કનેક્શન શરૂ થયા છે.

ટોપ સ્ટોરી

Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
Delhi News: દિલ્હીમાં મોટી દુર્ઘટના: વિવેક વિહારમાં મકાનની છત ધરાશાયી, 6 લોકો દટાયા, માસૂમનું મૃ્ત્યુ
Delhi News: દિલ્હીમાં મોટી દુર્ઘટના: વિવેક વિહારમાં મકાનની છત ધરાશાયી, 6 લોકો દટાયા, માસૂમનું મૃ્ત્યુ
વિદેશી નેતાના 'વોટ ચોર'ના સૂત્રોચ્ચારનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ
વિદેશી નેતાના 'વોટ ચોર'ના સૂત્રોચ્ચારનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget