શોધખોળ કરો
Advertisement
મોટો ખુલાસોઃ યુપીમાં સુરક્ષા એજન્સીઓનો દાવો, હાથરસના બહાને જાતીય હિંસા ભડકાવવાનુ કાવતરુ, રાતોરાત બની વેબસાઇટ
દાવો છે કે આ વેબસાઇટમાં હાથરસને લઇને હિંસાની આગ ફેલાવવા શું કરવાનુ છે અને શુ નથી કરવાનુ તે વિસ્તારથી બતાવવામાં આવ્યુ છે
નવી દિલ્હીઃ યુપીમાં સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે હાથરસના બહાને યુપીમાં જાતીય હિંસા ભડકાવવાનુ કાવતરુ રચવામાં આવ્યુ, રિપોર્ટ અનુસાર એક ફેક વેબસાઇટ રાતો રાત બનાવવામાં આવી અને તેના માધ્યમથી જાતીય હિંસા ફેલાવવાનુ કાવતરુ રચવામાં આવ્યુ હતુ.
આ વેબસાઇટ પર હજારો લોકો જોડાયા હોવાની વાત કહેવામાં આવી રહી છે, જસ્ટિસ ફૉર હાથરસ નામથી બનાવવામાં આવી હતી. દાવો છે કે આ વેબસાઇટમાં હાથરસને લઇને હિંસાની આગ ફેલાવવા શું કરવાનુ છે અને શુ નથી કરવાનુ તે વિસ્તારથી બતાવવામાં આવ્યુ છે.
એ પણ જાણવા મળ્યુ છે કે મદદના નામ પર હિંસા ફેલાવવા માટે ફન્ડિંગની પણ વ્યવસ્થા કરવામા આવી રહી હતી. મોટા સમાચાર એ છે કે PFI, SDPI જેવા સંગઠનો જે નાગરિકતા કાયદાના વિરોધ હિંસામાં સામેલ હતા તે જ સંગઠનોએ યુપીમાં પણ હિંસા ફેલાવવા માટે વેબસાઇટ તૈયાર કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
હિંસા ભડકાવવા વાળી વેબસાઇટ પર શું નિર્દેશ આપવામાં આવ્યા?
- વેસ્લિન,સનસ્ક્રીન, તેલ ના લગાવો, આનાથી કેમિકલની અસર થશે.
- કૉન્ટેક્ટ લેન્સ ના પહેરો, કેમિકલથી આંખોને નુકશાન થઇ શકે છે.
- ઘરેણા, ટાઇ જેવી વસ્તુના પહેરો, આસાનીથી પકડાઇ શકો છો.
- ખુલ્લા અને મોટા વાળ ના રાખો.
- બ્રાન્ડેડ કપડાં ના પહેરો કેમકે આનાથી પકડાઇ જવાનો ખતરો છે.
- કાળા ઢીલા કપડા પહેરો, પોલીસ જાડા અને પાતળાને શોધશે.
- સ્વીમિંગ ચશ્મા પહેરો જેનાથી આંખોને ટિયર ગેસથી બચાવી શકાય.
- પાણીમાં પલળેલી પટ્ટી બાંધો, આનાથી કેમિકલથી બચાશે.
- આખા શરીરને ઢાંકીને રાખો, જેથી મરચાંના પાવડરથી બચી શકાય.
- પગમાં સ્નીકર પહેરો જેથી દોડવામાં આસાની રહેશે.
- સાયકલની ટૉપી પહેરો, ટિયર ગેસથી બચી શકો છો.
- ગ્લવ્સ પહેરો, આનાથી ગરમ ટિયર ગેસને પાછો મોકલી શકાય છે.
- કોઇપણ ઘટના પહેલા પ્લાન કરો.
- હિંસા કરવાની જગ્યાને ઓળખો.
- જરૂર પડ્યે ક્યાં સંતાવવુ છે, પહેલાથી તૈયાર કરો.
- પોલીસને જોતા જ ગેસ માસ્ક પહેરો.
- પોલીસની કાર્યવાહીનો વીડિયો બનાવી લો.
- એકલા ના જાઓ, કોઇ સંબંધીને કે પરિચિતને સાથે લઇ જાઓ.
- ક્રેડિટ કાર્ડ, એટીએમ ના લઇ જાઓ, કેશનો ઉપયોગ કરો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion