શોધખોળ કરો
Advertisement
22 MLAના રાજીનામાથી સંકટમાં કમલનાથ સરકાર, હવે બાકીના કોંગ્રેસ ધારાસભ્યોને આ શહેર લઈ જવામાં આવશે
મધ્યપ્રદેશમાં ચાલી રહેલ તમામ રાજનીતિક ઉઠાપટકની વચ્ચે સીએમ કમલનાથે ધારાસભ્ય દળની બેઠક બાદ દાવો કર્યો હતો કે સરકારને કોઈ સંકટ નથી.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મુશ્કેલી પૂરી થવાનું નામ નથી લઈ રહી. સત્તા બચાવવા માટે મંગળવારે મોડી રાત્રે સાંજે મળેલ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયથયા, ત્યાર બાદ હવે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ભોપાલથી રાજસ્થાનની રાજધાની જયપુર મોકલવાની તૈયારી કરી લીદી છે જેથી તેમને હોર્સ ટ્રેડિંગથી બચાવી શકાય.
અત્યાર સુધી 22 ધારાસભ્યો છોડી ચૂક્યા છે કોંગ્રેસ
કોંગ્રેસના ફ્રન્ટ લાઈન લીડર જ્યોતિરાદિત્ય સિંધિયા હવે કોંગ્રેસથી અલગ થી ગયા છે. સિંધિયાના ગ્રુપના 22 કોંગ્રેસ ધારાસબ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. તેના કારણે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. કોંગ્રેસના 114 ધારાસભ્યો હતા. જેમાંથી 22 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે 92 ધારાસભ્ય રહી ગયા છે.
કમલનાથનો દાવો રાજ્યમાં સરકાર સુરક્ષિત
મધ્યપ્રદેશમાં ચાલી રહેલ તમામ રાજનીતિક ઉઠાપટકની વચ્ચે સીએમ કમલનાથે ધારાસભ્ય દળની બેઠક બાદ દાવો કર્યો હતો કે સરકારને કોઈ સંકટ નથી, કાર્યકર્તા બિલકુલ ચિંતા ન કરે. એમપીમાં સરકાર પૂરા પાંચ વર્ષ સુધી ચાલશે. તેમણે કહ્યું કે, બેંગલુરુમાં અમારા ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે, તે સંપર્કમાં છે અને ફ્લોર પર અમે અમારી તાકાત બતાવીશું.
ધારાસભ્યોને છોડાવવા માટે સીનિયર મંત્રી થયા રવાના
મધ્ય પ્રદેશ સરકારના સીનિયર મંત્રી સજ્જન સંહ વર્મા સંગઠનમાં ઉંડી પકડ ધરાવે છે. ભાજપના નેતાઓના સંપર્કમાં 22 ધારાસભ્યો હાલમાં બેંગલુરુમાં છે, જ્યારે આ ધારાસભ્યોને પરત લાવવાની જવાબદારી સીએમ કમલનાથે સજ્જન વર્માએ સોંપી છે, જે બેંગલુરુ માટે રવનાના થયા છે. જો આ 22 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાં આવી જાય તો પછી સરકાર પર આવેલ સંકટ ટળી જસે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે બગાવત કરનારા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુસીબત વધી જશે. જોકે હાલમાં આ 22 ધારાસભ્યોમાંથી કેટલા કોંગ્રેસમાં વાપસી કરશે એ સ્પષ્ટ નથી થઈ શક્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement