શોધખોળ કરો

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

Pm Modi Slams Congress: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો મળવા બદલ અભિનંદન આપ્યા. વડાપ્રધાને દેશ અને દુનિયાના મરાઠી ભાષી લોકોને આ ઐતિહાસિક સિદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી.

PM Modi Slams Congress: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ઠાણેમાં 32,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કોંગ્રેસને હવે અર્બન નક્સલ ગેંગ ચલાવી રહી છે. કોંગ્રેસ અને તેના સાથીઓનો એક જ લક્ષ્ય છે કે સમાજને વહેંચો અને સમાજમાં નફરત ભરો. જો આપણે વહેંચાઈ જશુ તો વહેંચનારા મહેફિલ સજાવશે. એટલા માટે આપણે વહેંચાવું નથી. અમારી સરકાર હમણાં વકફના ગેરકાયદે કબજા અંગે બિલ લાવી છે અને તુષ્ટિકરણ માટે કોંગ્રેસ અને તેના ચેલાઓ આનો વિરોધ કરી રહ્યા છે."

'અમે ખાડા ભરી રહ્યા છીએ, કોંગ્રેસે વિકાસ રોક્યો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો મળવા બદલ અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે આ માત્ર મરાઠી અને મહારાષ્ટ્રનું સન્માન નથી, પરંતુ આ તે પરંપરાનું સન્માન છે, જેણે દેશને જ્ઞાન, દર્શન, અધ્યાત્મ અને સાહિત્યની સમૃદ્ધ સંસ્કૃતિ આપી છે. વડાપ્રધાને દેશ અને દુનિયાના મરાઠી ભાષી લોકોને આ ઐતિહાસિક સિદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને ભારતના ઝડપથી થઈ રહેલા વિકાસની ચર્ચા કરી. તેમણે કહ્યું, "અમારે વિકાસ પણ કરવાનો છે અને કોંગ્રેસે જે વીતેલા વર્ષોમાં પોતાની સરકારમાં વિકાસ નહોતો કર્યો, તેના ખાડાઓને પણ ભરવાના છે."

વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તેમની વિચારધારા હંમેશા વિકાસ વિરોધી રહી છે અને તેમની સરકાર દરમિયાન વિકાસના કીર્તિમાન બની રહ્યા છે. વડાપ્રધાને મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની પ્રશંસા કરી અને કહ્યું કે આ સરકાર ઝડપથી રાજ્યમાં વિકાસ કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું, "એક તરફ અમે છીએ જે વિકાસ કરીએ છીએ અને બીજી તરફ કોંગ્રેસ અને મહાઅઘાડીના લોકો છે, જે વિકાસને રોકે છે. મહાઅઘાડીના લોકો વિકાસ વિરોધી છે."

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર પર હુમલો: 'ટોયલેટ ટેક્સ લગાવવાનો આરોપ'

વડાપ્રધાને કોંગ્રેસ પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા અને કહ્યું, "કોંગ્રેસ ભારતની સૌથી બેઈમાન અને ભ્રષ્ટ પાર્ટી છે. ગોટાળા કરવા જ તેમનો એજન્ડા છે અને આના માટે તેઓ જનતાને લૂંટે છે." હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર પર પણ વડાપ્રધાને હુમલો કર્યો અને કહ્યું, "હમણાં કોંગ્રેસની હિમાચલ સરકારે નવો ટેક્સ લગાવ્યો છે, જેને ટોયલેટ ટેક્સ કહેવામાં આવી રહ્યો છે. એક તરફ મોદી કહે છે કે ટોયલેટ બનાવો અને બીજી તરફ આ લોકો ટોયલેટ પર ટેક્સ લગાવી રહ્યા છે."

ઠાણે શહેર વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે આ શહેર સાથે બાબા સાહેબ ઠાકરેનો ખાસ લગાવ હતો અને આ સ્વ. આનંદ દિઘે જીનું પણ શહેર છે. વડાપ્રધાને આ શહેરની મહાન વિભૂતિઓનો ઉલ્લેખ કર્યો, જેમાં દેશની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશી સામેલ છે.

તેમણે કહ્યું કે વિકાસ કાર્યો દ્વારા આ મહાન વિભૂતિઓના સંકલ્પોને પૂરા કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના બધા લોકોને વિકાસ કાર્યો માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે આજે દરેક ભારતવાસીનો એક જ લક્ષ્ય છે  - 'વિકસિત ભારત'. તેમણે ભાર મૂકીને કહ્યું કે તેમની સરકારનો દરેક નિર્ણય, સંકલ્પ અને સપનું 'વિકસિત ભારત' માટે સમર્પિત છે.

આ પણ વાંચોઃ

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

ટોપ સ્ટોરી

Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget