Maharashtra elections 2024: મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ 99 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
Maharashtra BJP Candidates List: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ 99 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દેવેંદ્ર ફડણવીસને પાર્ટીએ નાગપુર દક્ષિણ વેસ્ટ બેઠક પરથી ટિકિટ આપી છે.
BJP releases the first list of 99 candidates for the #MaharashtraElection2024.
— ANI (@ANI) October 20, 2024
Deputy CM Devendra Fadnavis to contest from Nagpur Souty West, state BJP chief Chandrashekhar Bawankule from Kamthi, minister Girish Mahajan from Jamner, minister Sudhir Mungantiwar from Ballarpur,… pic.twitter.com/uzPHuWuzIt
ચંદ્રશેખર બાવનકુલેને પાર્ટીએ કામઠી બેઠક પરથી ટિકિટ આપી છે. બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી આશિષ શેલારને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે જે 99 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તેમાં નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક ટોચ પર છે જ્યાંથી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી લડી રહ્યા છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક 2009માં અસ્તિત્વમાં આવી હતી, ત્યારથી અહીં માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ ચૂંટણી જીતી રહ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે કામઠીથી ચૂંટણી લડશે. પૂર્વ સીએમ અશોક ચવ્હાણની દિકીરી શ્રીજયા અશોક ચવ્હાણને ભોકરથી ટિકિટ આપવામાં આવી છે. અશોક ચવ્હાણ પણ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ભાજપે શહાદાથી રાજેશ ઉદેસિંગ પાડવી, નંદુરબારથી વિજયકુમાર કૃષ્ણરાવ ગાવિત, ધુલે બેઠક પરથી અનુપ અગ્રવાલ, સિંદખેડાથી જયકુમાર જિતેન્દ્ર સિંહ રાવલ, શિરપુરથી કાશીરામ વેચન પાવરા, રાવેરથી અમોલ જાવલે, ભુસાવલ બેઠક પરથી સંજય વામન સાવકારે જલગાંવ સીટીથી સુરેશ દામુ ભોલે, ચાલીસગાંવ સીટથી મંગેશ રમેશ ચવ્હાણ, જામનેરથી ગિરીશ દત્તાત્રેય મહાજન, ચીખલીથી શ્વેતા વિદ્યાધર મહાલે, ખામગાંવથી આકાશ પાંડુરંગ ફુંડકર, જલગાંવ (જામોદ)થી સંજય શ્રીરામ કુટે, અકોલા પૂર્વથી રણધીર પ્રહલાદરાવ સાવરકર, પ્રતાપ જનાર્દન ડી અચલપુરથી પ્રવીણ તાયડેને ટિકિટ આપી છે.
મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ દેવલી બેઠક પરથી રાજેશ બકાને, હિંગણઘાટથી સમીર ત્ર્યંબકરાવ કુણાવાર, વર્ધાથી પંકજ ભોયર, હિંગનાથી સમીર દત્તાત્રેય મેઘે, નાગપુર દક્ષિણથી મોહન ગોપાલરાવ માતે, નાગપુર પૂર્વથી કૃષ્ણપંચમ ખોપડે, તિરોરાથી વિજય ભરતલાલ, ગોંદિયાથી વિનોદ અગ્રવાલ, અમગાંવથી સંજય હનવંતરાવસ, આર્મોરીથી કૃષ્ણા દામાજી ગજબે, બલ્લારપુરથી સુધીર સચ્ચિદાનંદ મુનગંટીવાર, ચિમુરથી બંટી ભાંગડિયા, વાનીથી સંજીવરેડ્ડી બાપુરાવ, રાલેગાંવથી અશોક રામાજી ઉઇકે, યવતમાલથી મદન મધુકરરાવ, કિનવટથી ભીમરાવ રામજી કેરમ, ભોકરથી જયાને અશોક ચવ્હાણ, નાયગાંવથી રાજેશ સંભાજી પવાર, મુખેડથી તુષાર રાઠોડને ટિકિટ આપવામાં આવી છે.