શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ, અજિત પવારે લીધા ડેપ્યૂટી CM પદના શપથ, આદિત્યને પણ મંત્રીપદ
ખાસ વાત છે કે, જ્યારે ઉદ્વવ સરકાર માટે અજિત પવારે પોતાનો બાયૉડેટા આપ્યો ત્યારે તેમને દેવેન્દ્ર ફડણવીસ સાથેના ત્રણ દિવસના ડેપ્યૂટી સીએમ કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો હતો
મુંબઇઃ મહારાષ્ટ્રમાં આજે ઉદ્વવ ઠાકરે સરકારના કેબિનેટનુ વિસ્તરણ થયુ, આ મંત્રીમંડળના વિસ્તરણમાં ત્રણેય પાર્ટીઓના કુલ 36 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. ખાસ વાત છે કે એનસીપી નેતા અજિત પવારને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અજિત પવારે ડેપ્યૂટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે.
મહારાષ્ટ્ર સરકારમાં ગઠબંધનની ત્રણેય પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોને સ્થાન મળ્યુ છે. એનસીપી નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે, તે બીજેપી નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે. અજિત પવારની બીજેપી સાથે આવવામાં આમની મોટી ભૂમિકા રહી હતી.
મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. આદિત્ય ઠાકરે મુંબઇની વર્લી બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલો છે. ચૂંટણી લડનારા ઠાકરે પરિવારના પહેલો સભ્યો છે. શિવસેનાની યુવા વિંગના અધ્યક્ષ પણ છે.
કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ શંકરરાવ ચવ્હાણના પુત્ર છે. તેમનુ નામ આદર્શ ગોટાળામાં આવી ચૂક્યુ છે, તે ખુદ પણ રાજ્યના સીએમ રહી ચૂક્યા છે.
ખાસ વાત છે કે, જ્યારે ઉદ્વવ સરકાર માટે અજિત પવારે પોતાનો બાયૉડેટા આપ્યો ત્યારે તેમને દેવેન્દ્ર ફડણવીસ સાથેના ત્રણ દિવસના ડેપ્યૂટી સીએમ કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement