શોધખોળ કરો
Advertisement
'મહારાષ્ટ્ર માટે શરદ પવાર કોરોના વાયરસ છે' તેવું નિવેદન આપવું BJP નેતાને પડ્યું ભારે, જાણો વિગતે
ગોપીચંદ પડલકરની એનસીપી પ્રમુખ શરદ પવાર પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ એનસીપી કાર્યકર્તાએ જોરદાર વિરોધ કર્યો હતો.
મુંબઈઃ ભારતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મહારાષ્ટ્ર ભારતમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈ ભાજપના એમએલસીએ એનસીપી પ્રમુખ શરદ પવાર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
ભાજપના એમએલએસી ગોપીચંદ પડલકરે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર માટે શરદ પવાર કોરોના વાયરસ છે. તેના આ નિવેદનને લઈ બારામતી પોલીસ સ્ટેશનમાં એમએલસી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ગોપીચંદ પડલકરની એનસીપી પ્રમુખ શરદ પવાર પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ એનસીપી કાર્યકર્તાએ જોરદાર વિરોધ કર્યો હતો. એનસીપીએ બીજેપીની નિંદા કરી હતી અને ગોપીચંદ પર પલટવાર કર્યો હતો.
આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,42,900 પર પહોંચી છે. જ્યારે 6,739 લોકોના મોત થયા છે. 73,792 લોકો સાજા થઈ ગયા છે અને 62,369 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion