શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં 5 ઓક્ટોબરથી ખૂલશે રેસ્ટોરન્ટ, સરકારે બહાર પાડ્યા દિશા નિર્દેશ, જાણો કઈ બાબતોનું કરવું પડશે પાલન
દિશા નિર્દેશ મુજબ પ્રવેશ દ્વાર પર ગ્રાહકોનું ટેમ્પરેચર માપવામાં આવશે. ઉપરાંત તાવ, શરદી, ઉધરસ જેવા કોવિડ-19 લક્ષણોની તપાસ થશે.
મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે રેસ્ટોરંટ અને બારને 5 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપી છે. ઉપરાંત કોવિડ-19 દિશા નિર્દેશ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાં સોમવારથી હોટલ, રેસ્ટોરન્ટ અને બારને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. દિશા નિર્દેશ મુજબ પ્રવેશ દ્વાર પર ગ્રાહકોનું ટેમ્પરેચર માપવામાં આવશે. ઉપરાંત તાવ, શરદી, ઉધરસ જેવા કોવિડ-19 લક્ષણોની તપાસ થશે.
દિશા નિર્દેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જમવાના સમયને બાદ કરતાં માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ. જમવાનો ઓર્ડર આપ્યા બાદ સામાજિક અંતરના નિયમનું ખાસ પાલન થવું જોઈએ. સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવાના હેતુથી ગ્રાહકો પાસેથી માહિતી લઈને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે શેર કરવાની મંજૂરી લેવી જોઈએ.
દિશા નિર્દેશની ખાસ વાતો
- જમવાના સમયને બાદ કરતાં માસ્ક પહેરવું ફરજિયાત છે.
- સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવાના હેતુથી ગ્રાહકો પાસેથી તેમની જાણકારી લેવી પડશે અને તંત્ર તથા સ્વાસ્થ્ય અધિકારીઓને આપવી પડશે.
- સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવું પડશે.
- ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવું પડશે. કેશ ટ્રાન્ઝેક્શન વખતે વધારે સાવધાની રાખવી પડશે.
- શૌચાલયો અને હાથ ધોવાના સ્થાનની નિયમિત સફાઈ કરાવવી પડશે.
- કાઉન્ટર પર કાચ કે તે પ્રકારનો અન્ય અવરોધક લગાવવો પડશે.
- રેસ્ટોરન્ટમાં પ્રવેશ અને બહાર નીકળવાની અલગ અલગ વ્યવસ્થા કરવી પડશે.
- સમગ્ર પરિસરમાં CCTV ચાલુ હાલતમાં હોવા જોઈએ.
- તૈયાર ફૂડનો જ મેન્યુમાં સમાવેશ કરેલો હોવો જોઈએ.
- ફર્નીચરને પણ રોજ ડિસઇન્ફેક્ટ કરવા પડશે.
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 14,348 કેસ નોંધાયા હતા અને 278 લોકોના મોત થયા હતા. રાજ્યમાં આજે 16,385 લોકોએ કોરોના સામે જંગ જીત્યો હતો. રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 14,30,861 પર પહોંચી છે. જેમાંથી 37,758 લોકોના મોત થયા છે અને 11,34,555 ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં 2,58,108 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement