મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, મહાયુતિના તમામ નવ ઉમેદવારો જીત્યા, MVAની ગાડી ફસાઈ ગઈ, જુઓ લિસ્ટ
Maharashtra MLC Election 2024 Results: મહારાષ્ટ્રમાં વિધાનસભા પરિષદની 11 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીઓમાં મહાયુતિ (NDA)નું પલડું ભારે રહ્યું.
Maharashtra MLC Election 2024 Results: મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે (12 જુલાઈ) મતદાન કરાવવામાં આવ્યું જેના પરિણામો સાંજે જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી મહાયુતિ (Mahayuti) અને મહાવિકાસ આઘાડી (MVA) વચ્ચે યોજાઈ હતી જેના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. મહાયુતિએ 9 બેઠકો જીતી, જ્યારે મહાવિકાસ આઘાડીના 2 ઉમેદવારોને જીત મળી છે. સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવ્યું અને મતોની ગણતરી સાંજે પાંચ વાગ્યાથી શરૂ થઈ.
વિધાન પરિષદની 11 બેઠકો પર 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મહાયુતિ તરફથી ભાજપે પાંચ ઉમેદવાર પંકજા મુંડે, યોગેશ તિલકર, પરિણય ફૂકે, અમિત ગોરખે અને સદાભાઉને ટિકિટ આપી હતી. જણાવી દઈએ કે પંકજા બીડ બેઠક પરથી થોડા મતોના અંતરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. જ્યારે શિંદે જૂથની શિવસેનાએ બે ઉમેદવારો કૃપાલ તુમાને અને ભાવના ગવલીને ટિકિટ આપી હતી. અજિત પવારની એનસીપી તરફથી શિવાજીરાવ ગરજે અને રાજેશ વિતેકર મેદાનમાં ઉતર્યા હતા.