Maharashtra MLC Election Results: મહારાષ્ટ્રમાં આ સીટ પર કોંગ્રેસને નડ્યો બળવો, ભાજપને પણ નુકસાન, જાણો કોણે મારી બાજી
Maharashtra MLC Election Results: મહારાષ્ટ્રમાં વિપક્ષના એમવીએ બે અને અપક્ષ ઉમેદવારોએ એક બેઠક જીતી છે. મહારાષ્ટ્રમાં બીજેપીને માત્ર એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો.
Maharashtra MLC Election Results: કોંગ્રેસે ત્રણ વખતના એમએલસી સુધીર તાંબેને પોતાનો સત્તાવાર ઉમેદવાર બનાવ્યો હતો. સુધીર તાંબેએ ફોર્મ ન ભર્યું અને ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા. બાદમાં તેમના પુત્ર સત્યજીત તાંબેએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને જીત મેળવી હતી. કોંગ્રેસે બંને નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. સત્યજીત તાંબેનો પરિવાર પરિવાર કોંગ્રેસી રહ્યો છે.
સત્યજીત તાંબેએ અમેરિકામાં અભ્યાસ કર્યો છે. તેમના પિતા ડૉ. સુધીર તાંબે કોંગ્રેસના વિધાન પરિષદના સભ્ય છે. સત્યજીત તાંબે મહારાષ્ટ્ર રાજ્ય યુવા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. માતા દુર્ગાદેવી તાંબે સંગમનેર મ્યુનિસિપલ કાઉન્સિલના નગર પ્રમુખ છે. મામા બાળાસાહેબ થોરાટ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે.
કોને કેટલા મત મળ્યા
પાંચમા રાઉન્ડના અંતે સત્યજીત તાંબેને 68 હજાર 999 વોટ મળ્યા હતા. શુભાંગી પાટીલને 39 હજાર 534 વોટ મળ્યા હતા. સત્યજીત તાંબે 29 હજાર 465 મતોથી જીત્યા છે.
મતોની પુનઃ ગણતરીની માંગ
અમરાવતી સ્નાતક મતવિસ્તારમાં ગેરકાયદેસર મતદાનની તપાસ ચાલી રહી છે. 8735 અમાન્ય મતોની પુનઃ ચકાસણી શરૂ કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર ડો. રણજીત પાટીલના પ્રતિનિધિઓએ ગેરકાયદે મતોની પુન: તપાસની માંગણી કરી હતી. સત્યજીત તાંબે નાશિક સ્નાતક મતવિસ્તારથી જીત્યા છે. તેઓ 29 હજાર 465 મતોથી જીત્યા હતા. સત્યજીત તાંબે નાશિક સ્નાતક મતવિસ્તારમાંથી જીત્યા.
UP MLC ચૂંટણીમાં પાંચમાંથી ચાર બેઠકો પર ભગવો લહેરાયો
યુપીમાં પાંચમાંથી ચાર બેઠકો પર પરિણામો આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં વિપક્ષના એમવીએ બે અને અપક્ષ ઉમેદવારોએ એક બેઠક જીતી છે. મહારાષ્ટ્રમાં બીજેપીને માત્ર એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો. યુપી એમએલસીની પાંચ સીટોનો કાર્યકાળ 12 ફેબ્રુઆરીએ પૂરો થશે. જે બેઠકો પર ચૂંટણી યોજાઈ છે તેમાં ગોરખપુર-ફૈઝાબાદ સ્નાતક બેઠક, કાનપુર-ઉન્નાવ શિક્ષક મતવિસ્તાર, કાનપુર વિભાગની સ્નાતક બેઠક, ઝાંસી-પ્રયાગરાજ મતવિસ્તાર અને બરેલી-મુરાદાબાદ સ્નાતક બેઠક છે. પાંચ MLC સીટો માટે 60 થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા.
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં 3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે. કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.