શોધખોળ કરો
Advertisement
'મહારાષ્ટ્રમાં નેક્સ્ટ CM શિવસેનાનો જ હશે, અહંકારમાં સિકન્દર પણ ડુબી ગયો' -શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર
સંજય રાઉતે ચોખ્ખા શબ્દોમાં બીજેપીને કહી દીધુ છે કે, વહે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે, તેમને કહ્યું કે અમે બીજેપીને કોઇ અલ્ટીમેટમ નહીં આપીએ, તે મોટા લોકો છે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યાના આઠ દિવસ વીતી ગયા છતાં હજુ સુધી કોઇ સરકાર અસ્તિત્વમા નથી આવી. નવી સરકારને લઇને સસ્પેન્સ યથાવત છે. શિવસેના બીજેપી પાસેથી 50-50 ફૉર્મ્યૂલા પર કામ કરવાની માંગ કરી રહી છે, વળી બીજેપીને આ મૂંજર નથી. હવે આ બધાની વચ્ચે શિવસેના આકારા મૂડમાં આવી છે.
શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે બીજેપી પર કટાક્ષ કરતાં આકરો પ્રહાર કર્યો છે, તેમને એક ટ્વીટ કર્યુ તેમાં લખ્યું છે -''સાહેબ... ના પાળો, અહંકારને આટલો બધો. સમયના સાગરમાં કેટલાય સિકન્દર ડુબી ગયા....'' શિવસેનાનુ આ ટ્વીટ સરકાર ગઠન મામલે બીજેપી પર સીધી હુમલો છે.
સંજય રાઉતે ચોખ્ખા શબ્દોમાં બીજેપીને કહી દીધુ છે કે, વહે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે, તેમને કહ્યું કે અમે બીજેપીને કોઇ અલ્ટીમેટમ નહીં આપીએ, તે મોટા લોકો છે. શું છે બેઠકોનુ ગણિત.... બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.*साहिब...* *मत पालिए, अहंकार को इतना,* *वक़्त के सागर में कईं,* *सिकन्दर डूब गए..!*
— Sanjay Raut (@rautsanjay61) November 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement