શોધખોળ કરો

મહારાષ્ટ્રઃ વિધાન પરિષદ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈ બીજેપીમાં અસંતોષ, અનેક દિગ્ગજ નારાજ

ટિકિટની ફાળવણીને લઈ રાજ્યના કોર કમિટીની ભલામણ પર પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરે છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ખાલી પડેલી સીટો માટે તમામ પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે જે ચાર નામો જાહેર કર્યા છે તેને લઈ પાર્ટીમાં આંતરિક વિવાદ ઉભો થયો છે. જે નામ જાહેર થયા તેના પરથી સંગઠનમાં ફડણવીસનો દબદબો કાયમ હોવાનું ખબર પડે છે, બીજી તરફ કેટલા દિગ્ગજ પાર્ટી નેતા નારાજ થઈ ગયા છે. વિધાનસભામાં દરેક પાર્ટીના જીતેલા ધારાસભ્યોના આંકડા પ્રમાણે બીજેપીને 4 સીટ, શિવસેનાને 2 સીટ, એનસીપીને 2 સીટ અને કોંગ્રેસને 1 સીટ મળી રહી છે. ભાજપના ફાળે આવતી 4 સીટોને લઈ રાજ્યના અનેક દિગ્ગજ નેતાની નજર હતી. આ નેતાને ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી અથવા તો હારી ગયા હતા. તેમને આશા હતી કે પાર્ટી વિધાન પરિષદ મોકલશે, પરંતુ નામની જાહેરાત સાથે જ તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાર્ટીના દિગ્ગજ નતેા એકનાથ ખડસે, વિનોદ તાવડે અને ચંદ્રશેખ બાવનકુલેની ટિકિટ કાપી હતી. જ્યારે પરલી બેઠક પરથી ફડણવીસ સરકારમાં મંત્રી રહેલી પંકજા મુંડેની હાર થઈ હતી. વિધાન પરિષદની 4 સીટ પર આ ચારેય ઉમેદવારોને ભાજપ ઉતારશે તેમ માનવામાં આવતું હતું. ટિકિટની ફાળવણીને લઈ રાજ્યના કોર કમિટીની ભલામણ પર પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરે છે. જોકે રાજકીય પંડિતોના કહેવા મુજબ ટિકિટ ફાળવણીમાં દેવેન્દ્ર ફડણવીસનું જ ચાલ્યું છે. જેના કારણે પાર્ટીના દિગ્ગજ નેતાઓ નારાજ થયા છે. વિધાન પરિષદની ટિકિટ ન મળવાથી પંકજા મુંડે તો કંઈ ન બોલી પરંતુ એકનાથ ખડસેના સૂર બદલાઈ ગયા છે. તેમણે કહ્યું કે, જે લોકો પાર્ટી માટે પરસેવો પાડ્યો તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી પાર્ટીમાં આવેલા લોકોને સન્માન આપવામાં આવી રહ્યું છે. પાર્ટીમાં અનેક લોકો એવા હતા જેઓ વિધાન પરિષદમાં જવાના હકદાર હતા પરંતુ તેમની અવગણના કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

Embed widget