Congress Working Committee: કોંગ્રેસ વર્કિંગ કમિટીની જાહેરાત, ગુજરાતના આ બે નેતાને મળ્યું સ્થાન
Congress Working Committee List: કોંગ્રેસે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે તેની નવી ટીમ તૈયાર કરી છે. કોંગ્રેસની નવી કાર્યકારી સમિતિ( Working Committee)ની યાદી જાહેર કરવામાં આવી છે.
Congress Working Committee List: કોંગ્રેસે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે તેની નવી ટીમ તૈયાર કરી છે. કોંગ્રેસની નવી કાર્યકારી સમિતિ( Working Committee)ની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કુલ 39 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ગુજરાતમાંથી જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Congress president Mallikarjun Kharge constitutes the Congress Working Committee. pic.twitter.com/lsxTK8rcei
— ANI (@ANI) August 20, 2023
તો બીજી તરફ, કોંગ્રેસથી નારાજ આનંદ શર્મા અને શશિ થરૂર સહિત જી-23ના ઘણા નેતાઓને પણ આ કાર્ય સમિતિમાં સ્થાન મળ્યું છે. CWCની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. કોંગ્રેસમાં આ સૌથી મોટી નિર્ણય લેનારી સમિતિ છે. જો કે આ નવી કમિટીમાં જૂની કમિટીમાં બહુ ફેરફાર કરવામાં આવ્યા નથી. યાદી જાહેર કરતા પહેલા છેલ્લા ઘણા મહિનાઓથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ઘણી બેઠકો કરી હતી.
આ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો
CWCમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એકે એન્ટોની, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ, ચરણજીત સિંહ ચન્ની, આનંદ શર્મા સહિત કુલ 39 નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 32 કાયમી આમંત્રિત, 9 વિશેષ આમંત્રિત, યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ખાસ આમંત્રિતોમાં પવન ખેડા, સુપ્રિયા શ્રીનાતે અને અલકા લાંબાનો સમાવેશ
કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં સચિન પાયલટ, શશિ થરૂર, અશોક ચવ્હાણ, દીપક બાબરિયા, જગદીશ ઠાકોરના રૂપમાં નવા નામો સામે આવ્યા છે. ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન, દીપા દાસ મુનશીનો પણ CWCમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ આમંત્રિતોમાં પવન ખેડા, સુપ્રિયા શ્રીનાતે અને અલકા લાંબાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અગાઉ સોનિયા ગાંધી દ્વારા રચાયેલી સમિતિ સાથે કામ કરતા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે હવે જાહેરાત કરવામાં આવી છે તેમાં અગાઉની કમિટીની સરખામણીમાં વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial