શોધખોળ કરો

Manipur: મણિપુરમાં ફરી બબાલ, CMના કથિત ઓડિયોને લઈને રસ્તા પર ઉતર્યા કુકી, તો બીજી તરફ પ્રદર્શનકારીઓએ BJP નેતાનું ઘર ફૂંકી માર્યું

Manipur Latest News: કુકી-જો સમુદાય દ્વારા ત્રણ રેલીઓના જવાબમાં, સમુદાય-આધારિત નાગરિક સમાજ સંગઠન મેઇતેઇ લિમાએ મેઇતેઇ-પ્રભુત ખીણના જિલ્લાઓમાં "કામ બંધ કરો" હડતાલનું આહ્વાન કર્યું.

Manipur Violence Latest News: મણિપુરમાં શનિવારે ફરી એકવાર તણાવનું વાતાવરણ જોવા મળ્યું, જ્યારે કુકી-જો સમુદાયના સભ્યોએ આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ત્રણ રેલીઓ કાઢી. આ રેલીઓમાં તેમણે અલગ વહીવટની માંગ કરી હતી અને મુખ્યમંત્રી એન. બિરેન સિંહની કથિત વાયરલ ઓડિયો ક્લિપ સામે વિરોધ કર્યો, જેમાં કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ સંભળાય છે.

આ દરમિયાન, પોલીસે જણાવ્યું કે, શનિવારે સવારે લગભગ 11:30 વાગ્યે ચુરાચંદપુરના તુઇબોંગ સબ-ડિવિઝનના પેનિયલ ગામમાં અજાણ્યા બદમાશોએ બીજેપી પ્રવક્તા માઇકલ લામજાથાંગના પૈતૃક ઘરને આગ લગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું કે હુમલા દરમિયાન ઘરના પરિસરમાં પાર્ક કરેલી એક કારને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ હુમલા અંગે સીમ એન. બિરેન સિંહે લખ્યું હતું કે, "અમારા લોકો(આ મામલે થાડું)ને વારંવાર શાંતિ રેલીની આડમાં  નિશાન બનાવવા, એક બહુ હેરાન કરનારી પ્રવૃત્તિ છે. આ રીતની ઉશ્કેરણી જનક પ્રવૃતિઓ સહન કરવામાં નહીં આવે. સંભવિત ખતરાની પૂર્વ ચેતવણી છતા પર્યાપ્ત સુરક્ષા પુરી પાડનામાં નિષ્ફલ જનાર સબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ક્યાં રેલીઓ યોજાઈ?

કુકી-જો વતી આ રેલીઓ અનુક્રમે આદિવાસી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં લેઇશાંગ, કીથેલમાનબી અને મોરેહમાં યોજવામાં આવી હતી. ચુરાચંદપુરમાં વિરોધ રેલી લિશાંગના એંગ્લો કુકી વોર ગેટથી શરૂ થઈ અને લગભગ 6 કિમીની યાત્રા પૂર્ણ કર્યા પછી તુઈબોંગના શાંતિ મેદાનમાં સમાપ્ત થઈ. કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (KSO) અને ઝોમી સ્ટુડન્ટ્સ યુનિયન (ZSF) દ્વારા બોલાવવામાં આવેલી આ રેલીને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ બજારો અને શાળાઓ બંધ રહી હતી. કાંગપોકપીમાં, સેંકડો પ્રદર્શનકારીઓએ રેલીમાં ભાગ લીધો હતો જે કીથેલમાનબી મિલિટરી કોલોનીથી શરૂ થઈ હતી અને 8 કિમીનું અંતર કાપીને થોમસ ગ્રાઉન્ડ પર સમાપ્ત થઈ હતી. ભારત-મ્યાનમાર સરહદી શહેર મોરેહમાં અલગ વહીવટની માંગણી સાથે વિરોધ કૂચ પણ કાઢવામાં આવી હતી.

દિલ્હીના જંતર-મંતર પર પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો

બીજી તરફ, કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ શનિવારે દિલ્હીના જંતર-મંતર પર જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં રહેતા કુકી સમુદાયના લોકોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તમામ દેખાવકારોના હાથમાં પ્લેકાર્ડ હતા, જેમાં મણિપુરના મુખ્યમંત્રીનો ફોટો છપાયેલો હતો. આ લોકો સીએમ બિરેન સિંહના કથિત ઓડિયોનો વિરોધ કરી રહ્યા છે, જેમાં તેઓ કુકી સમુદાયને ખરાબ કહી રહ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ સીએમ પર હુમલો કરતા કહ્યું કે તેઓ મીતાઈ સમુદાયના મુખ્યમંત્રી છે. છેલ્લા 16 મહિનામાં અમારી સાથે અનેક અત્યાચારો થયા છે. અમારા સમુદાયની મહિલાઓને નગ્ન કરીને માર મારવામાં આવી હતી. અમે મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું નથી ઈચ્છતા, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો...

રાયપુર: નશીલો પદાર્થ મિક્સ કરી પહેલાં કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું, પછી બસની અંદર વૃદ્ધ મહિલાની ઇજ્જત લૂંટી લીધી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police : સુરતમાં બુટલેગરો બન્યા બેફામ,  કાર અટકાવતા બેફામ બુટલેગરે પોલીસને અડફેટે લઈ ફરારIND vs ENG 3rd T20: રાજકોટના સયાજી હોટલ ખાતે ટીમ ઈન્ડિયાનું આ રીતે કરાશે સ્વાગત?Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલMahisagar Teacher Death : પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જતાં શિક્ષકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા
આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો
આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો
ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 
ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 
IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો
Embed widget