શોધખોળ કરો
Advertisement
અર્થવ્યવસ્થા પર પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું- સરકાર ‘આર્થિક મંદી’ જેવા શબ્દને સ્વીકારતી નથી
મનમોહન સિંહે કહ્યું, મને લાગે છે કે આ મુદ્દા પર ડિબેટ થાય અને તેના પર ચર્ચા થવી જોઈએ કારણ કે આજે એવી સરકાર છે જે મંદી જેવા શબ્દને સ્વીકારતી નથી. આ આપણા દેશ માટે સારું નથી.
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એકવાર ફરી દેશની અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, વર્તમાન સરકાર આર્થિક મંદી જેવા શબ્દ માનવા તૈયાર નથી. જો તમે પોતાની સામે ઉભેલી સમસ્યાઓને નથી માનતા તો સંભવત: આપ વિશ્વસનીય જવાબ શોધી નહીં શકો.
મોંટેક સિંહ અહલુવાલિયાની પુસ્તક ‘બેકસ્ટેજ’ના વિમોચનના કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મનમોહનસિંહે કહ્યું કે યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષે યૂપીએ સરકારના સારા મુદ્દાઓની સાથે તેની કમજોરી વિશે પણ લખ્યું છે.
તેઓએ કહ્યું, મને લાગે છે કે આ મુદ્દા પર ડિબેટ થાય અને તેના પર ચર્ચા થવી જોઈએ કારણ કે આજે એવી સરકાર છે જે મંદી જેવા શબ્દને સ્વીકારતી નથી. મને લાગે છે આ આપણા દેશ માટે સારું નથી.
મનમોહન સિંહે કહ્યું, જો તમે તે સમ્યાઓને નથી પારખી શકતા જેનો સામનો તમે કરી રહ્યા છો, તો તમારી સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વસનીય ઉકેલ મળવાની કોઈ સંભાવના નથી. આ સાચો ખતરો છે.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષ મોદી સરકારને આર્થિક મોરચે નિષ્ફળ ગણાવી રહી છે અને વિકાસ દર, બેરોજગારી સહિત અન્ય ઉદારણો આપે છે. વર્લ્ડ બેન્ક અને આઈએમએફ સહિત અનેક સંગઠનોએ વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement