શોધખોળ કરો
Advertisement
BSPની જાહેરાત- ઉત્તર પ્રદેશની 2022ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે
માયાવતીએ નિર્દેશ આપ્યા હતા કે પાર્ટીને બૂથ સ્તર પર તૈયાર કરવામાં આવે.
નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટી આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં માયાવતીની આગેવાનીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બસપા આગામી ચૂંટણી એકલા હાથે લડશે. માનવામાં આવી રહ્યું હતું કે વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે મળેલી સફળતા બાદ બંન્ને એકસાથે ચૂંટણી લડશે. માયાવતીએ નિર્દેશ આપ્યા હતા કે પાર્ટીને બૂથ સ્તર પર તૈયાર કરવામાં આવે.
નોંધનીય છે કે બસપાએ લોકસભા ચૂંટણીમાં 10 બેઠકો હાંસલ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં બસપાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ બેઠકમાં આ વર્ષે યોજાનારી બિહાર અને પશ્વિમ બંગાળની ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માયાવતી સામે સૌથી મોટો પડકરા પાર્ટીમાં પડેલી ફૂટને રોકવાનો છે. છેલ્લા કેટલાક મહિનામાં બસપામાંથી સૌથી વધુ નેતાઓ અન્ય પાર્ટીમાં જતા રહ્યા છે. જેમાંથી કેટલાક નેતાઓ સપા અથવા ભાજપમાં જોડાઇ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement