MCD Election Live: એમસીડીમાં ચૂંટણીમાં 4 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન ?
MCD Election 2022: 250 વોર્ડમાં કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 8 થી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7 ડિસેમ્બરે આવશે. 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

Background
MCD Election 2022 Live Updates: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 4 ડિસેમ્બર એટલે કે રવિવારે મતદાન થવાનું છે. અહીં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 8 થી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7 ડિસેમ્બરે આવશે. 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ પોતાને રિપીટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી દિલ્હીની રાજનીતિમાં વાપસી કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે.
લગભગ 40,000 પોલીસકર્મીઓ, 20,000 હોમગાર્ડ્સ અને અર્ધલશ્કરી અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળોની 108 કંપનીઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની રવિવારે યોજાનારી ચૂંટણીમાં તૈનાત કરવામાં આવશે. પોલીસે કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 60 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. MCDના 250 વોર્ડની ચૂંટણીઓ માટે પોલીસનું મુખ્ય ધ્યાન સાંપ્રદાયિક તણાવની સંભાવનાને રોકવા અને ઉમેદવારોને ગેરકાયદેસર માધ્યમો દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા રોકવા પર રહેશે.
ઉત્તર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે બદમાશો સામે સતર્ક રહેવા અને આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) ઝોન-2 સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે તમામ સંવેદનશીલ મતદાન મથકોનો સર્વે કરવામાં આવ્યો છે.
MCD ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા
ઝોન-1માં સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે પોલીસ છેલ્લા છ-આઠ અઠવાડિયાથી એમસીડીની ચૂંટણી પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા સ્તરના વરિષ્ઠ અધિકારીઓને રાત્રે તેમની ઓફિસમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
પાઠકે જણાવ્યું હતું કે, “અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ચૂંટણી આયોજિત કરવામાં સામેલ ચૂંટણી પંચ અને એજન્સીઓ વચ્ચે સંકલન માટે ખૂબ જ સુરક્ષિત વાતાવરણ બનાવવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. જો શાંતિ ભંગ કરવાની કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી MCD ચૂંટણી માટે 40,000 પોલીસ કર્મચારીઓ તૈનાત
દિલ્હીના સ્પેશિયલ સીપી (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું છે કે દિલ્હીમાં 4 તારીખે MCD ચૂંટણી યોજાશે, જેના માટે પોલીસે દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રના 7 જિલ્લામાં સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તમામ બૂથનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તમામ પરિસરમાં પોલીસ તૈનાત કરવામાં આવશે.
એમસીડી ચૂંટણીમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન
The polling percentage in Delhi MCD elections, for all 250 wards, stands at approx 45% till 4 PM: State Election Commission#MCDElections
— ANI (@ANI) December 4, 2022
મોડલ પોલિંગ બુથ પર થઈ રહ્યું છે વોટિંગ
#MCDElections | Voting underway at Model Polling Booth Ward 160 equipped with facilities like waiting area
— ANI (@ANI) December 4, 2022
"People are suffering from issues such as cleanliness. MCD hasn't done anything for us since a long time, so I've decided to contest independently," said a candidate Kumkum pic.twitter.com/XzhsMpuZnH





















