શોધખોળ કરો

હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

sarthak pds phase 2 approval: કેબિનેટે માર્ચ 2031 સુધી યોજના લંબાવી; PM મોદી અને અમિત શાહે કહ્યું- આનાથી ગરીબોને 100% લાભ મળશે અને સિસ્ટમ પારદર્શક બનશે.

sarthak pds phase 2 approval: કેન્દ્ર સરકારે દેશની રાશન વિતરણ વ્યવસ્થા (PDS) ને વધુ આધુનિક, હાઇ-ટેક અને પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. બુધવારે (27 મે, 2026) મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં "સાર્થક-PDS" યોજનાને માર્ચ 2031 સુધી એટલે કે આગામી 5 વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ 25,530 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ નિર્ણયથી ગરીબોને સમયસર અને પૂરેપૂરું રાશન મળશે, સાથે જ ટેકનોલોજીની મદદથી આખી સિસ્ટમમાં રહેલી ગેરરીતિઓ દૂર થશે.

આખી વ્યવસ્થા વધુ પારદર્શક બનશે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા જણાવ્યું કે, "આપણી સરકાર દેશના દરેક જરૂરિયાતમંદ નાગરિકને PDS દ્વારા સમયસર અનાજ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે." તેમણે ઉમેર્યું કે સાર્થક-PDS ને વધુ આધુનિક અને અસરકારક બનાવીને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આનાથી રાશનની ડિલિવરી, પરિવહન અને લોજિસ્ટિક્સ સિસ્ટમ વધુ પારદર્શક અને ઝડપી બનશે. આ ઉપરાંત, લોકોની ફરિયાદોનું નિવારણ પણ જલ્દી થઈ શકશે.

ગરીબો સુધી 100% લાભ પહોંચશે: અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે આ યોજનાના ફાયદા ગણાવતા કહ્યું કે, મોદી સરકાર ગરીબોની કલ્યાણકારી યોજનાઓને ટેકનોલોજી સાથે જોડીને વધુ પારદર્શક અને સરળ બનાવી રહી છે. સાર્થક-PDS ફેઝ-2 માટે મંજૂર થયેલા 25,530 કરોડ રૂપિયાથી આખી સિસ્ટમ બદલાશે.

નવી ટેકનોલોજીનો ઉપયોગ: આ યોજનામાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા લાભાર્થીઓનું રજિસ્ટર બનશે, અનાજ લઈ જતા વાહનોનું GPS ટ્રેકિંગ થશે અને QR કોડ ટેગિંગ જેવી હાઇ-ટેક સિસ્ટમ લાગુ થશે.

100% લાભ: આ ટેકનોલોજીથી એ સુનિશ્ચિત થશે કે ગરીબોને સસ્તા અનાજ અને યોજનાઓનો 100% લાભ મળે.

આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!

ડીલરો અને રાજ્યોને પણ મળશે આર્થિક મદદ

આ નવી યોજના અંતર્ગત માત્ર લાભાર્થીઓને જ નહીં, પણ સિસ્ટમ ચલાવનારાઓને પણ ફાયદો થશે. વધતા પરિવહન (લોજિસ્ટિક્સ) ખર્ચ અને રાશનની દુકાનના ડીલરોના કમિશન (મહેનતાણા) માં વધારો કરવા માટે રાજ્યોને કેન્દ્ર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. કેબિનેટે આંતર-રાજ્ય અનાજના પરિવહન અને વાજબી ભાવની દુકાન (FPS) ચલાવતા વિતરકોના માર્જિન માટેના નિયમોમાં સુધારાને પણ લીલી ઝંડી આપી છે.

તમને જણાવી દઈએ કે, આ નવી SARTHAK-PDS યોજનામાં અગાઉથી ચાલતી બે યોજનાઓને ભેગી કરી દેવામાં આવી છે. જેમાં પહેલી "NFSA હેઠળ રાજ્યોને અનાજના પરિવહન અને ડીલર માર્જિન માટે સહાય" અને બીજી "સ્માર્ટ PDS" યોજનાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ તમારા રાશન કાર્ડ પર કોનું નામ છે અને કેટલું રાશન મળ્યું? હવે એક ક્લિક પર જુઓ બધો જ રેકોર્ડ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget