શોધખોળ કરો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

દિલ્હી NCR સહિત દેશના કેટલાક રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે.  આજે અને કાલે બે દિવસ માટે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

નવી દિલ્હી :  દિલ્હી NCR સહિત દેશના કેટલાક રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે.  આજે અને કાલે બે દિવસ માટે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં કાતિલ ઠંડી પડી રહી છે. બરફવર્ષાના કારણે પહાડો પરથી વહેતા ઝરણાં થીજી ગયા છે. ઠંડીનો પારો માઈન્સ ડિગ્રીમાં પહોંચ્યો છે.    

પહાડોમાં સતત હિમવર્ષાના કારણે દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડીનું  પ્રમાણ વધી ગયું છે. ઠંડીના કારણે લોકો માટે હવે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શીત લહેર અને આકાશમાંથી પડી રહેલા ઝાકળની સાથે, ગાઢ ધુમ્મસ પણ સતત વધી રહ્યું છે, જેના કારણે દિલ્હી હવામાન કેન્દ્રએ લોકોને 5 જાન્યુઆરી, રવિવારના રોજ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની ચેતવણી આપી છે.   

દિલ્હી એનસીઆરમાં કોલ્ડવેવનો પ્રકોપ

તમને જણાવી દઈએ કે સમગ્ર દિલ્હી એનસીઆરમાં કોલ્ડવેવનો પ્રકોપ છે. આ દરમિયાન, દિલ્હી હવામાન કેન્દ્ર દ્વારા 6 જાન્યુઆરી એટલે કે સોમવારે ભારે વરસાદની આગાહી પણ જારી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીએ દિલ્હી NCRમાં ભારે વરસાદને કારણે શિયાળાનો નવો તબક્કો શરૂ થશે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.

દિલ્હી સહિતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ

ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે રાજધાની દિલ્હી સહિતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. વિઝિબિલિટી શુન્ય હોવાથી ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ છે. વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાતા હેડલાઈટ ચાલુ કરીને વાહનો ચલાવવા પડે છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે ફ્લાઈટને અસર થઈ છે. આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણ સુધી ઠંડીનો મારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. 

દિલ્હી હવામાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. નોઈડામાં આજે મહત્તમ તાપમાન 18 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગાઝિયાબાદનું મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ગુરુગ્રામનું આજે મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ રહેશે.  

Gujarat Cold: કાતિલ ઠંડી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

Embed widget