શોધખોળ કરો

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આગામી દિવસોને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.

અમદાવાદ: છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આગામી દિવસોને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં આજથી ઠંડીનું જોર વધશે.  તાપમાન 12 ડિગ્રી થતાં એક અઠવાડિયા સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયે શહેરનું તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડવાની સંભાવના છે.  ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં 9 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. 

આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે

રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે અને ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે  દિવસ બાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. જો કે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે જેના પગલે આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ બાદ ફરી ઠંડી વધે તેવી શકયતા છે. જેમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડીના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે. 

અંબાલાલ પટેલ અનુસાર,  તારીખ 12થી 18 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. જેથી પતંગરસીયાઓની મજા બગડશે. 27મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે. ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહિ રહે. 15મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે.

દિલ્હી-NCR સહિત દેશના તમામ રાજ્યો આ દિવસોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે દેશના તમામ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનને કારણે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન અને વરસાદ 6 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.  

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ થયા બટાકાના ખેડૂતો બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કલાકારોનો વિક્રમી વિવાદHarsh Sanghavi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને શું આપી ચેતવણી?Ahmedabad Anti Social Elements : અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ખૌફ!, આતંકની ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી
તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી
Embed widget