શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના વધુ એક કેન્દ્રીય મંત્રી કોરોના વાયરસથી સંક્રમિત, જાણો વિગતે
મંત્રીએ ખૂદ આ અંગે જાણકારી આપતા ટ્વિટ કરી કે, “ગઈકાલે રાત્રે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેતી રાખે. ”
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ થમી રહ્યો નથી. દિવસેને દિવસે સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે હવે મોદી સરકારના વધુ એક કેન્દ્રીય મંત્રી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મંત્રીએ ખૂદ આ અંગે જાણકારી આપતા ટ્વિટ કરી કે, “ગઈકાલે રાત્રે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સાવચેતી રાખે. ”
આ પહેલા (16 સપ્ટેમ્બર) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. નીતિન ગડકરીએ ટ્વિટ કરીન આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગઈકાલે હું કમજોર મહેસૂસ કરતો હતો અને પોતાના ડોક્ટર પાસે ટ્રિટમેન્ટ કરાવી. જોકે તે સમયે Covid 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું જાતે જ આઈસોલેટ થયો છું.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારમાં સામેલ અનેક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, શ્રીપદ નાઈક અને સુરેશ અંગડી સામેલ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 97,894 નવા કેસ અને 1,132 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 51,18,254 પર પહોંચી છે. જેમાંથી 10,09,976 એક્ટિવ કેસ છે અને 40,25,080 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 83,198 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement