શોધખોળ કરો
Advertisement
એર ઈન્ડિયાની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવા મામલે સરકારે શું કરી સ્પષ્ટતા ? જાણો વિગત
એર ઈન્ડિયાએ શનિવારે કહ્યું હતું કે, 4 મેથી ઘરેલુ ઉડાન અને જ્યારે 1 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ શરૂ થશે.
નવી દિલ્હી: ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 4 મેથી શરૂ કરવાના એર ઈન્ડિયાની જાહેરાત બાદ તેના થોડાક કલાકમાં હવે સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એર ઈન્ડિયાએ શનિવારે કહ્યું હતું કે, 4 મેથી ઘરેલુ ઉડાન અને જ્યારે 1 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ શરૂ થશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આ મામેલ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “નાગરિક ઉડ્ડયન મંત્રાલય સ્પષ્ટતા કરે છે કે, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સંચાલન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એરલાઈન્સને સલાહ આપવામાં આવે છે કે, તે સરકાર દ્વારા આ મામલે નિર્ણય લીધા બાજ પોતાની બુકિંગ શરુ કરે.”
એર ઈન્ડિયાએ શનિવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કોરોનાવાયરસના દેશવ્યાપી સંકટને જોતાં અમે ડોમેસ્ટિક ઉડાન માટે 3 મે 2020 સુધી અને આંતરરાષ્ટ્રી ઉડાનો માટે ટિકિટ બુકિંગ 31 મે 2020 સુધી બંધ રાખવામાં આવ્યું છે. જો કે 4 મે થી કેટલાક સિલેક્ટેડ રૂટ પર ઘરેલુ ઉડાનો અને 1 જૂન 2020થી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની બુકિંગ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે રેલવે, બસ અને હવાઈ સેવાઓ સંપૂર્ણપણે બંધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement