શોધખોળ કરો
Advertisement
કેન્દ્રિય કર્મચારીઓને મોદી સરકારે આપી ભેટ, મોંઘવારી ભથ્થામાં આટલો કર્યો વધારો
નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. જેનો ફાયદો એક કરોડથી વધુ લોકોને મળવાની આશા છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. જેનો ફાયદો એક કરોડથી વધુ લોકોને મળવાની આશા છે. વાસ્તવમાં શુક્રવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું વધારવાની મંજૂરી આપી દીધી છે.
મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે હવે કેન્દ્રિય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 21 ટકા થઇ ગયું છે. આ અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 17 ટકા હતું.
આ વધારા સાથે કેન્દ્રિય કર્મચારીઓને દર મહિને સેલેરીમાં 720 રૂપિયાથી 10 હજાર રૂપિયા વધારો થવાની સંભાવના છે. સરકારના આ નિર્ણયનો ફાયદો 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનધારકોને થશે. ડીએમાં વધારાની જાહેરાત વર્ષમા બે વખત કરવામાં આવે છે. પ્રથમ જાન્યુઆરીથી લઇને જૂન માટે અને બીજી જાહેરાત જૂલાઇથી ડિસેમ્બર માટે કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement