શોધખોળ કરો
પગારમા ઘટાડો કરવાના સરકારના આદેશથી વૈજ્ઞાનિકો દુખી, ISROના ચેરમેનને લખ્યો પત્ર
ઇસરોના વૈજ્ઞાનિકોના સંગઠન સ્પેસ એન્જિનિયર્સ અસોસિયેશન (SEA)એ ઇસરોના ચેરમેન ડો.કે. સિવનને પત્ર લખીને માંગ કરી છે કે તે ઇસરોના વૈજ્ઞાનિકોના પગારમાં ઘટાડો કરતા કેન્દ્ર સરકારને આદેશને રદ કરવામાં મદદ કરે
નવી દિલ્હીઃ ભારત સરકારે Chandrayaan-2ની લોન્ચિંગના થોડા દિવસ અગાઉ ઇસરોના વૈજ્ઞાનિકોના પગારમાં ઘટાડો કરી દીધો હતો. કેન્દ્ર સરકારે 12 જૂન 2019ના રોજ જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે ઇસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ 1996થી બે વધારાના પગારવધારાના રૂપમાં મળી રહેલી પ્રોત્સાહન રકમને બંધ કરવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોની આ હાલત ત્યારે છે જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકોની સિદ્ધિ પર આખો દેશ ગર્વ લઇ રહ્યો છે.
ઇસરોના વૈજ્ઞાનિકોના સંગઠન સ્પેસ એન્જિનિયર્સ અસોસિયેશન (SEA)એ ઇસરોના ચેરમેન ડો.કે. સિવનને પત્ર લખીને માંગ કરી છે કે તે ઇસરોના વૈજ્ઞાનિકોના પગારમાં ઘટાડો કરતા કેન્દ્ર સરકારને આદેશને રદ કરવામાં મદદ કરે. કારણ કે વૈજ્ઞાનિકો પાસે પગાર સિવાય કમાણીનો કોઇ રસ્તો નથી. એસઇએના અધ્યક્ષ એ.મણિરમને ઇસરોના ચીફને લખેલા પત્રમાં કહ્યું કે, સરકારી કર્મચારીનો પગારમાં કોઇ ઘટાડો ત્યાં સુધી કરવામાં આવી શકે નહી જ્યાં સુધી સ્થિતિ ખૂબ ગંભીર ના હોય. પગારમાં ઘટાડાથી વૈજ્ઞાનિકોના ઉત્સાહમાં ઘટાડો આવશે .અમે વૈજ્ઞાનિક કેન્દ્ર સરકારના નિર્ણયથી ખૂબ આશ્વર્ય અને દુખી છીએ.
ઇસરોના વૈજ્ઞાનિકો માટે બે પગાર વધારાની મંજૂરી રાષ્ટ્રપતિએ આપી હતી. જેથી દેશમાં હાજર ટેલેન્ટેડ લોકોને ઇસરોના વૈજ્ઞાનિક બનવા માટે પ્રોત્સાહન મળી શકે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને 1996માં ઇસરોમાં લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના આદેશમાં પરફોર્મન્સ રિલેટેડ ઇન્સેટિવ સ્કીમ (PRIS) નો ઉલ્લેખ છે. તે બતાવે છે કે PRIS અને એકસ્ટ્રા પગાર વધારો અલગ છે. આ આદેશમાં કહ્યું છે કે 1 જૂલાઇ 2019થી આ પ્રોત્સાહન રકમ બંધ કરવામાં આવશે. આ આદેશ બાદ D, E, F અને G શ્રેણીના વૈજ્ઞાનિકોને હવે આ પ્રોત્સાહન રકમ મળશે નહીં. ઇસરોમાં લગભગ 16 હજાર વૈજ્ઞાનિકો અને એન્જિનિયર છે. પરંતુ આ સરકારી આદેશથી ઇસરોને લગભગ 85થી90 ટકા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનો પગારમાં 8 થી 10 હજાર રૂપિયાનું નુકસાન થશે. કારણ કે મોટાભાગના વૈજ્ઞાનિક આ શ્રેણીમાં આવે છે. જેને લઇને ઇસરોના વૈજ્ઞાનિક નારાજ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement