શોધખોળ કરો

સમય કરતા કેરળમાં 3 દિવસ વહેલા પહોંચ્યું ચોમાસું, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળ પહોંચી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય સમય કરતાં ત્રણ દિવસ પહેલા કેરળના કિનારે પહોંચી ગયું છે.

આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળ પહોંચી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય સમય કરતાં ત્રણ દિવસ પહેલા કેરળના કિનારે પહોંચી ગયું છે. જણાવી દઈએ કે ચોમાસાના આગમન પહેલા કેરળના અલગ-અલગ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો હતો.  ચોમાસુ 29મી મેના રોજ કેરળમાં પ્રવેશ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કેરળના બાકીના ભાગો સાથે ચોમાસું કર્ણાટક અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે.

IMD એટલે કે હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે કેરળ પહોંચી ગયું છે. ચોમાસાએ નિર્ધારિત સમય કરતાં 3 દિવસ પહેલા દસ્તક આપી દીધી છે. અગાઉ ચોમાસાના આગમનની તારીખ 1 જૂન આપવામાં આવતી હતી. આ અંગે વિગતવાર અખબારી યાદી પણ બહાર પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચોમાસું 16 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયું હતું. ચક્રવાતની બાકી રહેલી અસરને કારણે તે આગળ વધવાની ધારણા હતી. હવામાન વિભાગે પણ હીટવેવને લઈને મોટી રાહત આપી છે. વિભાગે કહ્યું કે આગામી 5 દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની શક્યતા નથી.

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં 29 મેથી 1 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે લક્ષદ્વીપમાં 30 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસો માટે કેરળમાં હવામાન આવું જ રહેવાનું છે.

કેરળમાં ચોમાસાની શરૂઆત થતાં જ દેશના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ઉનાળાની ગરમીથી કંટાળી દેશભરમાં વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે આંશિક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. તે જ સમયે, વાદળોના કારણે, રવિવારે એનસીઆરના તાપમાન પર પણ અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે દિલ્હી-NCRમાં 28.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
Embed widget