શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનનો વધી રહ્યો છે આતંક, મળ્યા 5 વધુ કેસ, કુલ દર્દીઓનો આંકડો થયો 25
નવા સ્ટ્રેનનો પહેલો દર્દી બ્રિટનમાંથી સપ્ટેમ્બર મહિનામાં મળ્યો હતો. ભારતમાં આનો પહેલો કેસ બે દિવસ પહેલા જ સામે આવ્યો હતો
નવી દિલ્હીઃ બ્રિટનમાંથી આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ભારતમાં વધુ પાંચ દર્દીઓ મળ્યા છે. દેશમાં હવે નવા કોરોના સ્ટ્રેનની કુલ દર્દીઓની સંખ્યા વધીને 25 થઇ ગઇ છે. બ્રિટનમાં મળેલો કોરોનાનો આ સ્ટ્રેન 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે. નવા સ્ટ્રેનનો પહેલો દર્દી બ્રિટનમાંથી સપ્ટેમ્બર મહિનામાં મળ્યો હતો. ભારતમાં આનો પહેલો કેસ બે દિવસ પહેલા જ સામે આવ્યો હતો.
નવા કોરોનાના પાંચ નવા દર્દીઓમાં ચાર પુણેની નેશનલ ઇનસ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીમાં મળ્યા છે. જ્યારે એક ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટેગ્રેટિવ બાયૉલીજી, દિલ્હીમાં મળ્યો છે. અત્યાર સુધી મળેલા તમામ 25 દર્દીઓને ખાસ આઇસૉલેશનમાં રાખવામાં આવ્યા છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના યૂકે સ્ટ્રેનથી સંક્રમિત 4 દર્દીઓ મળ્યા છે, સંભાવના છે કે આ લોકો દિલ્હીમાંના છે.
કેન્દ્ર સરકારે 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યુકેથી ભારત આવેલા લોકોનો આરટી પીસીઆર ટેસ્ટ કરવવાનો ફેંસલો કર્યો હતો. પૉઝિટીવ આવ્યા બાદ સેમ્પલને લેબમાં જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા હતા, જેનાથી ખબર પડે કે છેવટે કયા વાયરસના સ્ટ્રેનથી પૉઝિટીવ છે. વળી 31 જાન્યુઆરી સુધી યુકે ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવેલી જાણકારી અનુસાર, અત્યાર સુધી ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન અને સિંગાપુર દ્વારા નવા યુકે વેરિએન્ટ મળવાના સમાચાર આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement