શોધખોળ કરો

મહાકુંભમાં અત્યાર સુધી 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, વસંત પંચમી પર આટલા ભક્તો પહોંચ્યા

અત્યાર સુધીમાં મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 35 કરોડને વટાવી ગઈ છે

Prayagraj News: પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર સંગમ પર શ્રદ્ધાની લહેર ઉભરી રહી છે. મહાકુંભમાં, દેશ-વિદેશના સંતો, મહાત્માઓ, કલ્પવાસીઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. વસંત પંચમીના શુભ અવસર પર અમૃત સ્નાન સાથે અત્યાર સુધીમાં મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 35 કરોડને વટાવી ગઈ છે. સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં 62 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું. એવો અંદાજ છે કે મહાકુંભના અંત સુધીમાં આ સંખ્યા 5૦ કરોડને વટાવી શકે છે.

મહાકુંભ દરમિયાન દરરોજ લાખો લોકો સંગમમાં પવિત્ર સ્નાન કરે છે. રવિવાર, 2 ફેબ્રુઆરીના રોજ 1.2 કરોડ ભક્તોએ સ્નાન કર્યું, જેનાથી કુલ સંખ્યા 35 કરોડની નજીક પહોંચી ગઈ હતી. આમાં દેશ અને વિદેશના લગભગ 10 લાખ કલ્પવાસી, સંતો અને શ્રદ્ધાળુઓનો સમાવેશ થતો હતો.

મૌની અમાવસ્યા (1૦ ફેબ્રુઆરી)ના રોજ મહત્તમ 8 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી.

મકરસંક્રાંતિ પર 3.5 કરોડ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું.

30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ 2 કરોડ ભક્તો સંગમ પહોંચ્યા હતા

પોષ પૂર્ણિમાના દિવસે 1.7 કરોડ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી.

મહાકુંભમાં મોટા નેતાઓ અને સેલિબ્રિટીઓની હાજરી પણ જોવા મળી હતી, આ ઐતિહાસિક સ્નાનમાં રાજકારણ, રમતગમત અને ફિલ્મ જગતની ઘણી મોટી હસ્તીઓએ પણ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટ મંત્રીઓ સાથે સ્નાન કર્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ, કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુન રામ મેઘવાલ પણ કુંભમાં પહોંચ્યા હતા.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આસામ વિધાનસભાના અધ્યક્ષ વિશ્વજીત દૈમારી અને ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદી પણ હાજર હતા. બોલિવૂડ અને રમતગમત જગતની હસ્તીઓએ પણ મહાકુંભમાં ભાગ લીધો હતો અને સંગમમાં સ્નાન કર્યું હતું. અભિનેત્રી હેમા માલિની, અનુપમ ખેર, ભાગ્યશ્રી અને મિલિંદ સોમણે કુંભ સ્નાન કર્યું હતું. કવિ કુમાર વિશ્વાસ, ક્રિકેટર સુરેશ રૈના, પહેલવાન ખલી અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝા પણ પહોંચ્યા હતા. કિન્નર અખાડાના મહામંડલેશ્વર મમતા કુલકર્ણીએ પણ પવિત્ર સ્નાન કર્યું હતું.

જેમ જેમ મહાકુંભ આગળ વધી રહ્યો છે તેમ તેમ ભક્તોની શ્રદ્ધાની લહેર પણ વધી રહી છે. આ કાર્યક્રમ ફક્ત આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર જ નથી બન્યો, પરંતુ તે ભારતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત પણ કરી રહ્યો છે. મહાકુંભનું આ અદ્ભુત દૃશ્ય ફરી એકવાર તેના અનંત આધ્યાત્મિક મહત્વને સાબિત કરી રહ્યું છે.

Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Embed widget