7000 CCTV, 60 હજાર જવાન, એન્ટી એરક્રાફ્ટ ગન, સ્નાઇપર... પ્રજાસત્તાક દિવસ પર અભેદ કિલ્લામાં ફેરવાઇ દિલ્હી
Republic Day 2025: પોલીસના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં 7000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી 1000 થી વધુ કેમેરા ફક્ત પરેડ રૂટ પર નજર રાખશે
![7000 CCTV, 60 હજાર જવાન, એન્ટી એરક્રાફ્ટ ગન, સ્નાઇપર... પ્રજાસત્તાક દિવસ પર અભેદ કિલ્લામાં ફેરવાઇ દિલ્હી more than 7000 cctv with six layer security and 60 thousand soldiers to sniper security tightened on the republic day delhi 7000 CCTV, 60 હજાર જવાન, એન્ટી એરક્રાફ્ટ ગન, સ્નાઇપર... પ્રજાસત્તાક દિવસ પર અભેદ કિલ્લામાં ફેરવાઇ દિલ્હી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/7e326acbe10f4aee6af7b71bbb3c3212173787056853277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Republic Day 2025: પ્રજાસત્તાક દિવસે દેશની રાજધાની સંપૂર્ણ સુરક્ષા હેઠળ રહેશે. ડીસીપી નવી દિલ્હી દેવેશ મહાલાના જણાવ્યા અનુસાર, સુરક્ષામાં કોઈપણ પ્રકારની ક્ષતિને અવકાશ નથી. પરેડ દરમિયાન રાજધાનીમાં સિક્સ લેયર અને મલ્ટી લેયર સિક્યૂરિટી ઘેરો બનાવવામાં આવ્યો છે. આ સાથે 60 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 15 હજાર સૈનિકો ફક્ત ફરજ માર્ગની આસપાસ જ તૈનાત રહેશે. અર્ધલશ્કરી દળના જવાનો, NSG કમાન્ડો, SPG કમાન્ડો, બોમ્બ ડિટેક્ટીવ ટીમ, SWAT કમાન્ડો, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં 7000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી 1000 થી વધુ કેમેરા ફક્ત પરેડ રૂટ પર નજર રાખશે. આ કેમેરામાં ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે શંકાસ્પદ ગુનેગારો અને આતંકવાદીઓને ઓળખવામાં મદદ કરશે. ૫૦,૦૦૦ થી વધુ વૉન્ટેડ ગુનેગારો અને આતંકવાદીઓનો ડેટા કેમેરામાં ફીડ કરવામાં આવ્યો છે.
એન્ટી એરક્રાફ્ટ ગન અને એન્ટી ડ્રૉન સિસ્ટમ તૈનાત
ડીસીપી દેવેશ મહાલાએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આવનાર દરેક વ્યક્તિએ હાઇ ડેફિનેશન કેમેરાની દેખરેખમાંથી પસાર થવું પડશે. જો કોઈનો ચહેરો ડેટાબેઝ સાથે મેળ ખાય છે, તો તરત જ એલાર્મ વાગશે અને સંબંધિત સુરક્ષા કર્મચારીઓને જાણ કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને રોકવા માટે એન્ટી એરક્રાફ્ટ ગન અને એન્ટી ડ્રૉન સિસ્ટમ લગાવવામાં આવી છે. 25 જાન્યુઆરીની રાતથી ઉંચી ઇમારતો પર 100 થી વધુ સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવશે. લુટિયન્સ ઝોનમાં 10 સ્થળોએ એન્ટી એરક્રાફ્ટ ગન તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, બૉમ્બ ડિટેક્ટીવ ટીમ, SWAT કમાન્ડો, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને ડોગ સ્ક્વોડ પણ પરેડ રૂટ અને VVIP વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.
નકલી પાસથી નથી થઇ શકતી એન્ટ્રી
પોલીસના જણાવ્યા અનુસાર, આ વખતે એક નવું સુરક્ષા ફીચર ઉમેરવામાં આવ્યું છે. એન્ટ્રી પાસ પર QR કૉડ લગાવવામાં આવ્યો છે જેથી કોઈ પણ નકલી પાસનો ઉપયોગ કરીને પ્રવેશ ન કરી શકે. પોલીસકર્મીઓના પાસ પર પણ QR કોડ હોય છે, જે તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્કેન કરવામાં આવશે.
ડીસીપી નવી દિલ્હીએ લોકોને અપીલ કરી છે કે, દર 20-30 મીટરના અંતરે અમારું દળ તૈનાત કરવામાં આવશે. જો કોઈને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તાત્કાલિક નજીકના પોલીસ અધિકારીને જાણ કરો. સુરક્ષામાં તમારી ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
26 જાન્યુઆરી પહેલા દિલ્હીની બધી સરહદો પર બેરિકેડ લગાવવામાં આવશે. પરેડ રૂટ પર સામાન્ય ટ્રાફિક સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રજાસત્તાક દિવસે લગભગ 1 લાખ લોકો આવવાની અપેક્ષા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સુરક્ષા એટલી કડક હશે કે પક્ષી પણ ઉડી શકશે નહીં.
આ પણ વાંચો
આર્મી, એરફોર્સ અને નેવી... અલગ-અલગ રીતે કેમ સેલ્યૂટ કરે છે ત્રણેય સેનાઓના જવાન ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)