શોધખોળ કરો
Advertisement
દેશની જેલોમાં ચાર લાખથી વધારે કેદીઓ બંધ, 67 ટકા હિંદુ તો 18 ટકા મુસલમાન કેદી
30,201 (6.31 ટકા) કેદીઓ સ્નાતકની ડિગ્રી ધરાવે છે જ્યારે 8,085 (1.68 ટકા) એ અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.
કેંદ્રીય ગૃહ મંત્રાલયોના આંકડા અનુસાર દેશની જેલોમાં બંધ ચાર લાખ 78 હજાર 600માંથી 67 ટકાથી વધુ કેદી હિંદુ છે. જ્યારે લગભગલ 18 ટકા કેદી મુસલમાન છે. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ સંસદમાં જેલમાં બંધ કેદીઓના આંકડા રજૂ કર્યા હતા.
આંકડા અનુસાર દેશની અલગ અલગ જેલમાં ત્રણ લાખ 21 હજાર 155 એટલે કે 67.10 ટકા કેદી હિંદુ છે. 85 હજાર 307 એટલે કે 17.82 ટકા કેદી મુસલમાન છે. 18 હજાર એક એટલે કે 3.67 ટકા સિખ, 13 હજાર 782 એટલે કે 2.87 ઈસાઈ અને ત્રણ હજાર 557 કેદી અન્ય છે.
મહિલા કેદીઓની વાત કરવામાં આવે તો દેશની અલગ અલગ જેલોમાં 13 હજાર 416 મહિલા કેદી હિંદુ છે. જ્યારે ત્રણ હજાર 162 મહિલા કેદી મુસલમાન છે. 721 સિખ, 782 ઈસાઈ અને 261 અન્ય ધર્મની મહિલા કેદીઓ જેલમાં બંધ છે.
જેલમાં બંધ 1,98872 (41.55 ટકા) કેદીઓએ દસમાં ધોરણથી નીચે અભ્યાસ કર્યો છે, જ્યારે 1,03,036 (21.52 ટકા) એ દસમાં ધોરણથી ઉપર પરંતુ સ્નાતકની નીચે અભ્યાસ કર્યો છે. 5,677 તકનીકી ડિગ્રી અથવા ડિપ્લોમા ધારકો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. તદનુસાર, 30,201 (6.31 ટકા) કેદીઓ સ્નાતકની ડિગ્રી ધરાવે છે જ્યારે 8,085 (1.68 ટકા) એ અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.
મળતી માહિતી મુજબ દેશના સૌથી વધુ વસ્તી ધરાવતાં રાજ્ય, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 1,01,297 કેદીઓ છે. જેલના 4,78,600 માંથી 67 ટકાથી વધુ કેદીઓ હિંદુ છે જ્યારે લગભગ 18 ટકા મુસ્લિમો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement