શોધખોળ કરો
Advertisement
મોતીલાલ વોરા બની શકે છે કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ
જોકે, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવાના રિપોર્ટને લઇને જ્યારે મોતીલાલ વોરાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમને આ અંગે કોઇ જાણકારી નથી.
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના રાજીનામા બાદ હવે કોગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીક મનાતા મોતીલાલ વોરા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બની શકે છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે, નવા અધ્યક્ષની નિમણૂક સુધી વોરા આ પદભાર સંભાળશે. જોકે, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવાના રિપોર્ટને લઇને જ્યારે મોતીલાલ વોરાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમને આ અંગે કોઇ જાણકારી નથી. નોંધનીય છે કે મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે. તેમણે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના મનાય છે. તે પાર્ટીના મોટા નિર્ણયોમાં સામેલ રહી ચૂક્યા છે. રાજ્યસભાના સાંસદ મોતીલાલ વોરા હાલમાં કોગ્રેસ પાર્ટીના મહાસચિવ પદ પર છે.
આ અગાઉ રાહુલ ગાંધીએ બુધવારે બપોર બાદ ચાર પેજની ચિઠ્ઠી ટ્વિટ કરી કોગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની સતાવાર જાહેરાત કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પણ અપડેટ કરી હતી જેમાં તેમણે પોતાને હવે ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના સભ્ય અને સાંસદ ગણાવ્યા હતા. પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, તેમણે નવા અધ્યક્ષની પસંદગી કરવાનું કહ્યુ હતું પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે નવા અધ્યક્ષના નામની ભલામણ નહી કરે.Senior Congress leader Motilal Vora on reports that he will be the interim president of the party: I have no information about this. pic.twitter.com/SE6lZP5aHi
— ANI (@ANI) July 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion