શોધખોળ કરો
Advertisement
MP By Polls Results: મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ કેટલી સીટ પર છે આગળ ?
પરિણામોને લઈ ભાજપ અને કોંગ્રેસે બંનેએ જીતના દાવા કર્યા છે.
ગ્વાલિયરઃ ૧૧ રાજ્યોની ૫૮ વિધાનસભા બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. ૫૮ પૈકી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ૨૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી ૮ બેઠકોની જરૂર છે.
ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ હાલ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી 11 અને કોંગ્રેસ 4 સીટ પર આગળ છે.
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સરકાર બચાવશે કે કમલનાથની સરકાર આવશે તે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. વિવિધ એક્ઝિટ પોલ્સમાં ભાજપને 14-18 બેઠક મળવાનો અંદાજ વ્યકત કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસને 10-12 બેઠક મળશે તેવો અંદાજ છે. મધ્યપ્રદેશમાં 3 નવેમ્બરે મતદાન થયું હતુ.
મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 સીટ છે. દમોહથી ધારાસભ્ય રાહુલ સિંહના રાજીનામા બાદ હવે બહુમત સાબિત કરવાનું આવશે તો 229 સીટના હિસાબે આંકડો 115 રહેશે. બીજેપી પાસે હલ 107 ધારાસભ્ય છે, કોંગ્રેસ પાસે 87 ધારાસભ્ય છે.
પરિણામોને લઈ ભાજપ અને કોંગ્રેસે બંનેએ જીતના દાવા કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion