શોધખોળ કરો

UP Politics: મુલાયમસિંહ યાદવને પદ્મ વિભૂષણ મળવા પર ખુશ નથી ડિમ્પલ યાદવ, મોદી સરકાર સમક્ષ કરી આ માંગ

સપા સાંસદ ડિમ્પલ યાદવ નેતાજીને પદ્મ વિભૂષણ એવોર્ડ મળવાથી ખુશ નથી. હવે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાની માંગણી મૂકી છે.

Padma Awards 2023: ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ સહિત છ લોકોને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. પરંતુ મૈનપુરીના સપા સાંસદ ડિમ્પલ યાદવ નેતાજીને પદ્મ વિભૂષણ એવોર્ડ મળવાથી ખુશ નથી. હવે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાની માંગણી મૂકી છે.

ગણતંત્ર દિવસ પર મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે સૈફઈમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન, નેતાજીને પદ્મ વિભૂષણ મળવા પર પ્રતિક્રિયા આપતા તેમણે સરકાર પાસે નેતાજીને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે નેતાજીને ભારત રત્ન મળવો જોઈએ. હું સરકારને વિનંતી કરું છું કે નેતાજીને ભારત રત્ન મળવો જોઈએ.

જ્યારે નેતાજીની નાની પુત્રવધૂ અપર્ણા યાદવે પદ્મ વિભૂષણ મળવા અંગે વડાપ્રધાન અને કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યુ હતું કે દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, આદરણીય પિતા મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવાના વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના આ નિર્ણયનું હું સ્વાગત કરું છું.

મુલાયમ સિંહ યાદવની સાથે ડૉ. દિલીપ મહાલનાબિસ અને પ્રખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે આ વર્ષે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન માટે કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી.

રાકેશ ઝુનઝુનવાલા (મરણોત્તર), અભિનેત્રી રવિના ટંડન, મણિપુર બીજેપી અધ્યક્ષ ટી ચૌબા સિંહ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલા 91 લોકોમાં સામેલ છે. આ સન્માન રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સમારંભોમાં આપવામાં આવે છે જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ અથવા એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. રાષ્ટ્રપતિએ 2023 માટે 106 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે.

74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 26 લોકોને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે  ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને મેડિસિન (બાળ ચિકિત્સા) ક્ષેત્રે પદ્મ વિભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થશે. દિલીપ મહાલનોબિસને આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરશે.

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ડૉ. દિલીપ મહાલનોબિસને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. તેમને આ સન્માન ORSની શોધ માટે આપવામાં આવ્યું હતું. રતન ચંદ્રકરને પદ્મશ્રી આપવામાં આવ્યો છે.  રતન ચંદ્રાકરને આંદામાનના જારાવા જનજાતિમાં ઓરી માટે વધુ સારી કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. હીરા બાઈ લોબીને ગુજરાતમાં સિદ્ધી આદિવાસીઓના બાળકોના શિક્ષણ પરના તેમના કાર્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. મુનીશ્વર ચંદર દાવર, યુદ્ધ પીઢ અને જબલપુરના ડૉક્ટર છેલ્લા 50 વર્ષથી વંચિતોની સારવાર કરી રહ્યા છે, જેમને ચિકિત્સા (પોષણક્ષમ આરોગ્ય સંભાળ)ના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget