શોધખોળ કરો

Mukesh Ambani Guest: અનંત અંબાણીના લગ્નમાં પહોંચશે આ સ્ટાર્સ, વિદેશી મહેમાનો માટે પ્રાઇવેટ જેટ તૈયાર

Mukesh Ambani Guest: આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે.

Mukesh Ambani Guest: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12 જૂલાઈએ (Anant-Radhika Wedding) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણીના આમંત્રિત મહેમાનોની યાદી પણ બહાર આવી ગઇ છે. જે મુજબ અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે.

ઠાકરેથી લઈને એકનાથ શિંદે આવશે!

અનંત-રાધિકાના લગ્ન માટે માત્ર બોલિવૂડ સ્ટાર્સને જ નહીં પરંતુ રાજકીય જગતની મોટી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય અંબાણી પરિવાર દ્વારા તમામ પાર્ટી અને પાર્ટીના નેતાઓને લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

વિદેશી મહેમાનોમાં આ મોટા નામ સામેલ છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડ, બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ અને પોલિટિકલ સેક્ટર સહિત અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. જો અંબાણીના વિદેશી મહેમાનોની વાત કરીએ તો સ્પોર્ટ્સ લિજેન્ડ ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ અંબાણીના વિદેશી મહેમાનોની યાદીમાં છે. લગ્નમાં હાજરી આપવા માટે કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક (Drake),  અમેરિકન સિંગર્સ લાના ડેલ રે(Lana Del Rey)  અને Adele મુંબઈ પહોંચી શકે છે.

રિપોર્ટ અનુસાર, અંબાણી પરિવાર તરફથી અમેરિકન રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયનના મેકઅપ આર્ટિસ્ટ મારિયો ડેડિવાનોવિક, યુએસ ટિકટોકર અને કન્ટેન્ટ ક્રિએટર જુલિયા ચાફે અને હેર સ્ટાઈલિસ્ટ ક્રિસ એપલટનને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

આ બોલિવૂડ દિગ્ગજ કલાકારોને આમંત્રણ

બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, જો આપણે અંબાણીના ગેસ્ટ લિસ્ટ પર નજર કરીએ તો તેમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈને કિમ કાર્દશિયનના મેકઅપ આર્ટિસ્ટ સુધી બધા સામેલ છે. આ સિવાય શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહિદ કપૂર, વિકી કૌશલ સહિત બૉલિવુડની સેલિબ્રિટીઓ આ ભવ્ય ફંક્શનમાં આવશે.

અનંત-રાધિકાના લગ્ન સમારોહ 12 જૂલાઈએ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. તે ત્રણ દિવસ સુધી ચાલશે. મુકેશ અંબાણીએ આ ભવ્ય વેડિંગ ફંક્શનની યાદગાર પળોને કેપ્ચર કરવા માટે લોસ એન્જલસથી ટોપ લેવલના ફોટોગ્રાફર્સ અને કેમેરા પર્સનને બોલાવ્યા છે. એટલું જ નહીં અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા છે અને આ ફંક્શનનો ડ્રેસ કોડ ભારતીય આઉટફિટ રાખવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget