શોધખોળ કરો
Advertisement
રિલાયન્સની બેઠકમાં મુકેશ અંબાણી કરી શકે છે Jio 4Gને લઈને મોટી જાહેરાત
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં ચાલુ વર્ષે કંપનીના ચેરમેન મુકેશ અંબાણી ગ્રુપના અત્યાર સુધીની સૌથી મોટા પ્રોજેક્ટ જિયો 4G ટેલીકોમ સેવાને લઈને મોટી જાહેરાત કરી શકે છે. આ બેઠક આવતીકાલે (1 સપ્ટેમ્બર, 2016)ના રોજ સવારે 11 કલાકે શરૂ થશે. રિલાયન્સના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, બેઠકમાં 11 કલાકે 20 મિનિટ પર કંપની જિયો 4G સેવાને લઈને મોટી જાહેરાત કરી શકે છે.
આ પ્રોજેક્ટનો ખર્ચ 21 અબજ રપિયા છે. જોકે સત્તાવાર રીતે કંપનના અધિકારીઓએ કોઈ જાણકારી આપી નથી.
એક સૂત્રએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, આ સેવાને વ્યાવસાયિક લોન્ચ થવાની આશા ન રાખો. એ સાચું છે કે ટેસ્ટિંગ દરમિયાન લોકો જિયોના સિમ માટે મોટી સંખ્યામાં લાઈનમાં ઉભા છે. પરંતુ હજુ પણ ઇન્ટરકનેક્શન સંબંધીત કેટલીક સમસ્યા છે. જિયોથી અન્ય ઓપરેટરની વચ્ચે 65 ટકા ફોન કોલ સક્સેસ નથી જઈ રહ્યા.
શેરમાં આવ્યો ઉછાળો
જિયોના લોન્ચની ધારણાએ શેર બજારના રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રઝીઝનો શેર 1000 રૂપિયાથી ઉછળીને 1070ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક બે દિવસમાં કંપનીના શેરમાં અંદાજે 7 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 52 સપ્તાની ઉચ્ચ સપાટી 1089.50ની ખૂબ જ નજીક છે. કંપનનીનો શેર ચાલુ વર્ષે 15 જાન્યુઆરીએ 52 સપ્તાહની ઉંચાઈ સુધી ગયો હતો.
જેપી મોર્ગને એક વિશ્લેષણમાં કહ્યું કે, જિયો સેવાના કોમર્શિયલ લોન્ચિંગથી ઘણી આશા છે. પરંતુ અમારો અંદાજ છે કે ભારતીય સ્તર પર આ સેવાના કોમર્શિયલ લોન્ચમાં હજુ થોડા સપ્તાહથી લઈને થોડા મહિના સુધી લાગી શકે છે.
વધી શકે છે પ્રીવ્યૂ ઓફરનો ગાળો?
મર્ચન્ટ બેન્કરે જોકે કહ્યું કે આ સેવાના ટેરિફ પ્લાન કેવા રહેશે તેવું જોવું રસપ્રદ રહેશે. સાથે જ પ્રીવ્યૂના ત્રણ મહિનાનો ગાળો સમાપ્ત થવા સુધી પણ કોમર્શિયલ સેવાઓ શરૂ ન થાય તો ટેસ્ટિંગનો સમય આગળ વધશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૂત્રોનું કહેવું છે કે, જિયોના કોમર્શિયલ લોન્ચ પહેલા મુખ્ય રૂપથી ત્રણ વસ્તુ પર કામ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તો ઘણી કંપનીઓના હોન્ડસેટોનું નેટવર્ક ર ટેસ્ટ, ઇન્ટરનલ પ્રોસેસને પાટાપર લાવવું અને અન્ય ટેલીકોમ કંપનીઓની સાથે ઇન્ટરકનેક્શનના મુદ્દાનું સમાધાન લાવવું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement