શોધખોળ કરો

Mumbai agra highway accident: મુંબઈ-આગ્રા હાઈવે પર ભયાનક અકસ્માત, કન્ટેનરની બ્રેક ફેઈલ થતા 12 લોકોના કમકમાટીભર્યા મોત

મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો છે. બ્રેક ફેઈલ થઈ જતા કન્ટેનર હોટલ સાથે અથડાઈને ભયાનક અકસ્માત સર્જાયો.

મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો છે. બ્રેક ફેઈલ થઈ જતા કન્ટેનર હોટલ સાથે અથડાઈને ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં 15થી 20લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ મધ્યપ્રદેશની સરહદે આવેલું છે. આ અકસ્માત આ ગામ પાસે બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો. એક કન્ટેનર હાઈવે પર જઈ રહ્યું હતું ત્યારે તેની બ્રેક ફેઈલ થઈ ગઈ અને તે સીધું હોટલમાં ઘુસી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 15 થી 20 લોકો ઘાયલ થયા હતા. હાલ અકસ્માત સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી

પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે સીધું જ રોડની બાજુની હોટલમાં ઘૂસી ગયું હતું. આ પહેલા આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત થયા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

મૃત્યુઆંક હજુ વધવાની આશંકા 

કેન્ટનર હોટલમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે હોટલની બહાર અન્ય ઘણા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. હોટલમાં પ્રવેશતી વખતે કન્ટેનર પણ તે વાહનોને અથડાયું હતું. આ અકસ્માતમાં ઘાયલોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અકસ્માત દરમિયાન કન્ટેનરની સ્પીડ લગભગ 80 કિમી પ્રતિ કલાકની હશે. કન્ટેનર પર બેલાસ્ટ લોડ કરવામાં આવ્યું હતું.લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.  ત્યાર બાદ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ક્રેનની મદદથી કન્ટેનરને હટાવી લેવામાં આવ્યું. આ દુર્ઘટનામાં હોટલ સંપૂર્ણપણે નાશ પામી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Embed widget