Mumbai Crime: ગર્લ્સ હોસ્ટેલમાં રેપ બાદ યુવતીની હત્યાથી ખળભળાટ, આરોપી વોચમેનનો મૃતદેહ રેલવે ટ્રેક પાસેથી મળ્યો
મૃતક યુવતીની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. મરીન ડ્રાઈવ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Mumbai Double Murder: મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં મંગળવારે (6 જૂન) ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. ચર્ચગેટ સ્થિત ગર્લ્સ હોસ્ટેલમાં યુવતી સાથે બળાત્કાર બાદ તેની હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં જે વોચમેન પર હત્યાનો આરોપ લાગ્યો છે તેની પણ લાશ મળી આવી છે.
મૃતક યુવતીની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. મરીન ડ્રાઈવ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. યુવતી ગર્લ્સ હોસ્ટેલના ચોથા માળે રહેતી હતી, જે અકોલાની રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટનાની જાણ હોસ્ટેલના લોકોને સાંજે 4 વાગ્યે થઈ હતી.
પોલીસ આરોપી ચોકીદારને શોધી રહી હતી, જે ડ્રાઇવ ગર્લ્સ હોસ્ટેલમાં કામ કરતો હતો. પરંતુ તેનો મૃતદેહ પણ પોલીસને મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચોકીદારનો મૃતદેહ ચર્ની રોડ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. ચોકીદારનું નામ ઓમ પ્રકાશ કનોજિયા હોવાનું કહેવાય છે, જેની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે.
Surat: પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના
સુરતમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં જીમમાં મળેલા યુવક વિરુદ્ધ શહેરના ડીંડોલી વિસ્તારની પરિણીતા સાથે મિત્રતા કેળવી બળાત્કાર કરી ૨૫ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ અનુસાર, ઈશ્વર પટેલ નામના શખ્સે મકાનના હપ્તા ભરવાના બહાને પરિણીતા પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, બાદમાં આ શખ્સે પરિણીતાની દીકરી પર પણ દાનત બગાડી હતી, જોકે, બાદમાં સમગ્ર મામલે પરિણીતાને જાણ થઇ જતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસે આરોપી ઈશ્વરની ધરપકડ કરી લીધી હતી.
માહિતી પ્રમાણે, સુરત શહેરમાં જીમમાં જતી વેળા ડીંડોલીની પરિણીતાના પરિચયમાં એક શખ્સ આવ્યો હતો, આ સ્થાનિક યુવકે પરિણીતા સાથે મિત્રતા કેળવ્યા બાદ મકાનનાં હપ્તા ભરવાનાં બહાને નાણાં ઉછીના લીધા હતા. બાદ લૉન લઈ ધંધો ક૨વાનું જણાવી લૉનની રકમ થકી પરણીતાનાં નામે બે ફૉરવ્હીલ ખરીદીને ફસાવી હતી, બાદમાં પરિણીતા સાથે દુષ્કર્મ પણ આચર્યુ હતુ. જેનાં આધારે આ શખ્સ પરિણીતાનો બ્લેકમેલ કરીને અવારનવાર દુષ્કર્મ કરી તબક્કાવાર ૨૫ લાખની ૨કમ ખંખેરી લીધી હતી. ત્યારબાદ પરિણીતાની પુત્રી ઉપર પણ તેને દાનત બગાડી હતી, આ પછી પરિણીતા દ્વારા ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે આ આરોપી શખ્સની ધરપકડ કરી લીધી હતી.