શોધખોળ કરો
Advertisement
ભારતનુ 'વુહાન' બની રહ્યું છે આ શહેર, કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે કોરોનાના દર્દીઓ
મુંબઇમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, દેશની આર્થિક રાજધાની મુંબઇ કોરોના માટેનુ હૉટસ્પૉટ બની ગઇ છે. મુંબઇમાં હાલ કુલ 20150 કોરોના દર્દીઓ છે, અને 734 લોકોના મોત થઇ ચૂક્યા છે
મુંબઇઃ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, તેમ તેમ ભારતના સૌથી મોટા શહેર મુંબઇની હાલત ખરાબ થઇ રહી છે. મહારાષ્ટ્ર હાલ દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાજ્ય છે, અને તેની રાજધાની મુંબઇ શહેર બીજુ 'વુહાન' બનવા તરફ આગળ વધી રહ્યું છે. કેમકે મુંબઇ ચીનના વુહાન શહેરના રસ્તે આગળ વધી રહ્યુંછે.
મુંબઇમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, દેશની આર્થિક રાજધાની મુંબઇ કોરોના માટેનુ હૉટસ્પૉટ બની ગઇ છે. મુંબઇમાં હાલ કુલ 20150 કોરોના દર્દીઓ છે, અને 734 લોકોના મોત થઇ ચૂક્યા છે. વુહાન અને મુંબઇમાં કેટલીય સમાનતાઓ છે, મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની છે, અને વુહાન ચીનના હુબેઇ પ્રાંતની રાજધાની છે, બન્ને શહેરોમાં વસ્તી ઉચ્ચ સ્તર પર છે.
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને દર્દીઓના ઇલાજ માટે 10 દિવસની અંદર 1000 બેડવાળી હૉસ્પીટલ ઉભી કરી દીધી હતી, હવે આ જ રસ્તે મુંબઇમાં બ્રાંદ્રા-કુર્લા કૉમ્પલેક્ષમાં 1000થી વધુ બેડની હૉસ્પીટલ 15 દિવસની અંદર તૈયાર કરી દેવામાં આવી છે.
મુંબઇમાં સૌથી મોટુ હૉટસ્પૉટ ધારાવી એરિયા બન્યુ છે. અહીં પરિસ્થિતિ નિયંત્રણમાં નથી આવી શકતી. અહીં કોરોના પૉઝિટીવ દર્દીઓની સંખ્યા 1000ને પાર પહોંચી ગઇ છે. લગભગ 50 લોકોના મોત થઇ ચૂક્યા છે. કેમકે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં વસ્તી એકદમ ખીચોખીચ ભરેલી છે, 2 વર્ગ કિલોમીટરના ઘેરાવામાં સાડા સાત લોકો રહે છે.
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 2347 નવા કેસો નોંધાયા, આ પછી સંક્રમિતોની કુલ સંખ્યા 33,053 પહોંચી ગઇ, મહારાષ્ટ્રામાં દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા હતા, આ ઉપરાંત મોતનો આંકડો 1198 પર પહોંચી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement