શોધખોળ કરો
Advertisement
પાયલોટે કરાવ્યું મ્યાનમાર એરલાઈન્સનું જબરદસ્ત લેન્ડિંગ, વીડિયો જોઈને ભલભલાનો જીવ અદ્ધર થઈ જશે
વિમાનના લેન્ડિંગ ગિયરે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં પાયલોટે પોતાની કુશળતાને બળે વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવીને મોટી દુર્ઘટના ટાળી હતી.
પાયલોટની કાર્યકુશળતા અને સુઝબુઝને કારણે મ્યાનમાર એરલાઈન્સની એક મોટી ફ્લાઈટનો દુર્ઘટનાથી બચાવ થયો હતો. વિમાનના લેન્ડિંગ ગિયરે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં પાયલોટે પોતાની કુશળતાને બળે વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવીને મોટી દુર્ઘટના ટાળી હતી.
સ્થિતી એવી હતી કે વિમાનને ઉતરાણ કરવાનું હતું અને લેન્ડિંગ ગિયર કામ નહોતું કરતું તે ગિયરથી વિમાનના આગળના પૈડા(નોઝ) ખુલતા હોય છે. કુશળ પાયલોટે વિમાનના પાછલા પૈડાથી જ સફળ લેન્ડિંગ કરાવીને પ્રવાસીઓને બચાવ્યા હતાં. એર લાઈન્સ અધિકારીઓ પણ પાયલોટની કુશળતાની પ્રશંસા કરી હતી. મ્યાનમાર નેશનલ એરલાઇન્સે નિવેદનમાં જણાવ્યું હતું કે, યંગૂનથી ફ્લાઈટ મંડાલે માટે રવાના થઈ હતી. મંડાલે એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે પાયલોટ લેન્ડિંગ ગિયરને આગળ તરફ નહોતા લાવી શકતા અને તે જામ થયું હતું. પાયલોટ કેપ્ટન મયાત મો આંગે એરપોર્ટ પાસે બે વાર લેન્ડિંગ કરવા પ્રયાસ કર્યો કે જેથી એર ટ્રાફિક કંટ્રોલ જોઈને ચેક કરી શકે કે લેન્ડિંગ ગિયરના પૈડા નીચેની તરફ ખુલ્યા કે નહીં.#MNA (Embraer 190) #Yangon-#Mandalay this morning, landing at the #Mandalay airport - Nose Lansing Gear failure on landing. Flight Capt. has done the amazing job. #Myanmar pic.twitter.com/7dDzSIs13V
— Cape Diamond (@cape_diamond) May 12, 2019
Evacuation footage from Myanmar National Airlines flight #UB103, the Embraer 190 which landed with its nose gear retracted earlier today at Mandalay airport, Myanmar. #AviationDaily pic.twitter.com/OJ6GY04t3M
— Aero News (@teamaeronews) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement