લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લેવા તેમના ઘરે પહોંચ્યા નરેંદ્ર મોદી, જુઓ વીડિયો
એનડીએ સંસદીય દળની બેઠક પછી, નરેન્દ્ર મોદી ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મળવા પહોંચ્યા હતા.
NDA Meeting: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે શુક્રવારે (7 જૂન, 2024) નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. એનડીએ સંસદીય દળની બેઠક પછી, નરેન્દ્ર મોદી ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ પણ લીધા હતા.
#WATCH | PM Narendra Modi meets Bharat Ratna and veteran BJP leader LK Advani at the latter's residence in Delhi. pic.twitter.com/fZtIlOj5yw
— ANI (@ANI) June 7, 2024
આ પછી ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના વડા નીતિશ કુમાર જેવા ગઠબંધન ભાગીદારો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને તેમને સમર્થન આપતા સાંસદોની યાદી સુપરત કરશે. NDA નેતાઓએ સરકાર બનાવવાનો દાવો કરીને રાષ્ટ્રપતિ ભવનથી નિકળશે. જો કે નરેન્દ્ર મોદી સાંજે 4.30 વાગ્યા પછી રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. જોકે, તમામ નવા ચૂંટાયેલા સાંસદોએ NDA સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી.
તમામ કાર્યકરોને માથું નમાવીને સલામ
NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં કહ્યું કે મારા માટે ખુશીની વાત છે કે આટલા મોટા સમૂહને આજે મારે સ્વાગત કરવાની તક મળી છે. જે મિત્રો વિજયી બન્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે. પરંતુ, લાખો કાર્યકર્તાઓ જેમણે રાત-દિવસ મહેનત કરી છે. આજે હું માથું ઝુકાવું છું અને આટલી આકરી ગરમીમાં દરેક પક્ષના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પરિશ્રમને પ્રણામ કરુ છું.
140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવાના છે
આ દરમિયાન એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું ખાતરી આપું છું કે હું તમારી આશાઓ અને ઇચ્છાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર નહીં છોડીશ.
નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial