National Herald Case: સોનિયા ગાંધીની આજે પૂછપરછ પૂર્ણ, ઇડીએ ત્રણ દિવસમાં 11 કલાક કરી પૂછપરછ
નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે
National Herald Case: નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સી EDએ આજે લગભગ ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. તેઓને કોઈ નવું સમન્સ જાહેર કરવામાં આવ્યું નથી. સોનિયા ગાંધીની ત્રણ દિવસમાં 11 કલાક પૂછપરછ કરવામાં આવી છે.
Congress interim president Sonia Gandhi's questioning by ED in the National Herald case concludes: Sources https://t.co/tqSXv8MvnL
— ANI (@ANI) July 27, 2022
75 વર્ષીય સોનિયા ગાંધીની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા મંગળવારે છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને આજે ફરીથી હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા 21 જુલાઈના રોજ ED દ્વારા તેમની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ અખબાર 'નેશનલ હેરાલ્ડ'ની માલિકીની કંપની 'યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ'માં કથિત નાણાકીય ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે.
અધિકારીઓએ કહ્યું કે કોવિડ પ્રોટોકોલને અનુસરીને પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેનું ઓડિયો-વિડિયો માધ્યમ દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તેના ટોચના નેતૃત્વ સામે એજન્સીની કાર્યવાહીની નિંદા કરી છે અને તેને "રાજકીય બદલો અને ઉત્પીડન" ગણાવી છે.
#WATCH | Congress interim president Sonia Gandhi leaves from the ED office in Delhi after the third day of questioning in National Herald case pic.twitter.com/B5zxFIIoJj
— ANI (@ANI) July 27, 2022
રાહુલ ગાંધીની પણ થઇ છે પૂછપરછ
આ કેસમાં ઈડીએ ગયા મહિને રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી હતી. પાંચ દિવસ સુધી તેની 50 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીએ ગયા વર્ષે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી જોગવાઈઓ હેઠળ નવો કેસ નોંધ્યો હતો, જેના પગલે ગાંધી પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી.
2013માં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અંગત ફોજદારી ફરિયાદના આધારે યંગ ઈન્ડિયન વિરુદ્ધ ઈન્કમટેક્સ વિભાગની તપાસની સંજ્ઞાન લીધા બાદ ઈડીએ આ કેસ નોંધ્યો હતો.
સોનિયા અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયનના પ્રમોટર અને બહુમતી શેરધારકોમાં સામેલ છે. તેમના પુત્રની જેમ કોંગ્રેસ અધ્યક્ષ પણ કંપનીમાં 38 ટકા હિસ્સો ધરાવે છે.
સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો પર છેતરપિંડી અને નાણાંની ઉચાપત કરવાના કાવતરાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે કોગ્રેસે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડને 90.25 કરોડ રૂપિયાની વસૂલાતનો અધિકાર મેળવવા માટે ફક્ત 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી જે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) એ કોંગ્રેસને આપવાના હતા.