શોધખોળ કરો
Advertisement
કેરળમાં 48 કલાકમાં દસ્તક દેશે ચોમાસું, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે.
નવી દિલ્હીઃ હવમાન વિભાગે મંગળવારે જણાવ્યું કે, મોનસનૂન આગામી 2 દિવસમાં કેરળમાં દસ્તક દઈ શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ વિસ્તારોમાંથી આવતા પવનો ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી રહ્યાં છે. જો આવું જ રહ્યું તો આગામી 48 કલાકમાં કેરળના કાંઠા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જોકે આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ ગયો છે. આ વર્ષે ચોમાસું છ દિવસ મોડું છે. સામાન્ય રીતે જૂનના પ્રથમ સપ્તાહમાં કેરળમાં વરસાદ શરૂ થઈ જતો હોય છે.
હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે ગરમીથી બહું ઝડપથી રાહત મળશે. દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમ હવાથી ધીમે ધીમે રાહત મળશે.
ધીમી ગતિને કારણે આ વર્ષે કેરળમાં ચોમાસું પહોંચવામાં વાર લાગી છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં ચોમાસું છઠ્ઠી જૂનના રોજ પહોંચવાનો અંદાજ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion