શોધખોળ કરો
Advertisement
નેપાળના રિસોર્ટમાં કેરળના 8 પ્રવાસીના મોત, મૃતકોમાં 5 બાળકો
15 સભ્યોનું એક ગ્રૂપ કેરળથી નેપાળના પોખરામાં ફરવા ગયું હતું. જ્યાં એક રિસોર્ટમાં રોકાયા હતા અને સવારે બેભાન સ્થિતિમાં મળી આવ્યા હતા.
નવી દિલ્હી: નેપાળના દમનમાં એક રિસોર્ટમાં કેરળના 8 પર્યટકોના મોત થયા છે. મૃતકોમાં બે દંપતિ અને 5 બાળકો સામેલ છે. પાંચેય બાળકોની ઉંમર 10 વર્ષની ઓછી હતી. 15 સભ્યોનું એક ગ્રૂપ કેરળથી નેપાળના પોખરામાં ફરવા ગયું હતું. જ્યાં એક રિસોર્ટમાં રોકાયા હતા અને સવારે બેભાન સ્થિતિમાં મળ્યા હતા.
આ ઘટના પર વિદેશ મંત્રી જયશંકરે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું રે નેપાળમાં 8 ભારતીય પ્રર્યટકોના નિધનના સમાચાર વ્યથિત કરનારા છે. નેપાળમાં આપણું દૂતાવાસ ઘટનાનું આકલન કરી રહ્યું છે. દૂતાવાસના અધિકારીઓ હોસ્પિટલમાં છે અને તમામ સંભવ મદદ કરી રહ્યાં છે. અમે શોકગ્રસ્ત પરિવાર સાથે છે.
મૃતકોના શવ પોસ્ટમોર્ટમ બાદ આવતીકાલે સ્વદેશ લાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, ઠંડીના કારણે રૂમમા ગેસ હિટર ચાલુ કર્યું હતું, તેના ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાવાથી તેમનું મોત થયું છે.EAM: Deeply distressed by tragic news of passing away of 8 Indian tourists in Nepal. Our Embassy in Nepal has been closely following the situation. Embassy officials are stationed at the hospital&providing necessary assistance.Our thoughts are with bereaved families. (file pic) pic.twitter.com/Ouzwwzcmno
— ANI (@ANI) January 21, 2020
નેપાળ પોલીસે જણાવ્યું કે, 15 સભ્યોનું એક ગ્રૂપ કેરળથી નેપાળ આવ્યું હતું. પરત ફરતી વખતે તેઓ મકવાનપુર જિલ્લાના દમનમાં આવેલા એવરેસ્ટ પનોરમા રિસોર્ટમાં રોકાયા હતા. આ લોકોએ બે રૂમ બુક કર્યા હતા. 8 લોકો એક જ રૂમમાં રોકાયા હતા. ઠંડી હોવાથી રૂમને ગરમ રાખવા ગેસ હિટર ઓન કર્યું હતું. આ ગ્રૂપના એક સભ્યએ દરેક લોકો બેભાન હોવાની માહિતી સવારે આપી હતી. ત્યારબાદ તેમને હેલિકૉપ્ટરનથી એરલિફ્ટ કરીને કાઠમાંડુની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના પર કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને ભારતીય વિદેશ મંત્રાલયને પત્ર લખીને મૃત્યુ પામેલા 8 લોકોના પરિવારને સહાય કરવા માટે વિનંતી કરી છે. કેરળના પ્રવાસન મંત્રી સુરેન્દ્રએ કહ્યું કે નેપાળના દમનની એક હોટલમાં કેરળના 8 લોકોના મોતની ઘટના ચોંકાવનારી છે. રાજ્ય પોલીસ પ્રમુખને નેપાળ પોલીસ સાથે સંપર્ક કરવા અને જરૂરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મૃતકોમાં 38 વર્ષીય પ્રવીણ કૃષ્ણ નારાયણ, શારણ્ય શશિ(35), રંજીત કુમાર (34), ઈન્દ્ર લક્ષ્મી (9), શ્રીભદ્ર(7), આર્ચા પ્રવીણ (5), અભિન શોરનાથ નાયર (5) અને વૈષ્ણ રંજીત (2) સામેલ છે.Nepal: 8 tourists from Kerala found dead in a hotel room of a resort in Daman. SP Sushil Singh Rathore of District Police Office, Makwanpur says, "We are yet to identify the name of the deceased. They were using gas heater in the room, suffocation might have caused their death."
— ANI (@ANI) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion